મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

પેટ્રોલના સતત ભાવમાં રાહત મળવાના એંધાણ : 17મીએ સરકારની ઓઇલ કંપનીઓ સાથે બેઠક

બેઠકમાં ક્રૂડની વધી રહેલી કિંમતોનું કારણ અને તેના ઉકેલ અંગે ચર્ચા કરાશે

નવી દિલ્હી : દેશમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઇ છે. જેથી દેશની જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે હવે સરકાર કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિ પર કાબુ મેળવવા માટે વહેલી તકે કોઇ નિર્ણય લઇ શકે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર અથવા ઘટાડવા માટે સંસદની સ્ટેન્ડિંગ કમિટિ 17 જૂને બેઠક યોજી રહી છે

કમિટીની આ બેઠકમાં સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સીનિયર અધિકારીઓ પણ સામેલ થશે .

સૂત્રો મુજબ આ બેઠકમાં ક્રૂડની વધી રહેલી કિંમતોનું કારણ અને તેના ઉકેલ અંગે ચર્ચા કરાશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કમિટીના ચેરમેન રમેશ બિધૂડી આ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હશે. બેઠકમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્ને ચરલ ગેસની વર્તમાન કિંમત, માર્કેટિંગ અને સપ્લાઇ અંગે જાણકારી માંગવામાં આવ

(12:11 am IST)