મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની વિવિધ સંવર્ગની પરીક્ષાના પ્રવેશપત્રો તા.૧૬/૦૬/૨૦૨૧ના ૧૪.૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે

નવી દિલ્હી : માહિતી  અને પ્રસારણ વિભાગ હેઠળની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન), વર્ગ-ર અને સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની ભરતી સંબંધિત જાહેરાત ક્રમાંકઃ૨/૨૦-૨૧ અને ૧/૨૦-૨૧, અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-ર ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭ જૂન, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે, જયારે સિનિયર સબ-એડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭ જૂન, ૨૦૨૧ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે.

ઉપરોકત બન્ને પરીક્ષા માટેના પ્રવેશપત્ર તથા પરીક્ષા બાબતની સૂચનાઓ (પરિશિષ્ટ) તા.૧૬/૦૬/૨૦૨૧ ૧૪.૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે તેની નોંધ લેવા સંબધિત તમામ ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

(12:43 am IST)