મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાને ફટકો : ઈન્કમટેકસ વિભાગે ૮૦G રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

નિયમોના ઉલ્લંઘના આરોપમાં કાર્યવાહી

નવી દિલ્હી,તા. ૧૮: ઈન્કમટેકસ વિભાગે ગઇ કાલે ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ને ફટકો આપતા તેનું ૮૦G રજિસ્ટ્રેશન રદ્દ કરી નાંખ્યું છે. IT ડિપાર્ટમેન્ટે ઈન્કમટેકસ રૂલ્સના ઉલ્લંઘનના આરોપમાં PFI પર કાર્યવાહી કરી છે.

ઈન્કમટેકસ વિભાગનું કહેવું છે કે, આ રાજનીતિક સંગઠન અનેક સમાજો વચ્ચે ભાઈચારાને ખતમ કરવાની ગતિવિધિઓમાં સામેલ હતું. સત્ત્।ાવાર આદેશ અનુસાર, PFI એક ખાસ ધાર્મિક સમાજને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી રહ્યું હતું. જે ઈન્કમટેકસ એકટ, ૧૯૬૧ના સેકશન ૧૩ (૧)(બી)નું ઉલ્લંઘન હતું. તેના વિરુદ્ઘ IT એકટની સેકશન ૧૨એ (૪) (એ)ની જોગવાઈ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

PFIના સ્થાપના ૨૦૦૬માં કરવામાં આવી હતી. આ સંગઠનનનો દાવો છે કે, તે પછાત વર્ગ અને લઘુમતીઓના હક્કમાં અવાજ ઉઠાવે છે. જેનું મુખ્ય મથક દિલ્હીના શાહીનબાગમાં છે. એવું કહેવાય છે કે, દેશના અનેક રાજયોમાં આ સંગઠનની ગતિવિધિઓ ચાલી રહી છે.

ઈન્કમટેકસની ૮૦G રજિસ્ટ્રેશન અંતર્ગત કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટને દાવ કરવા પર તમને પૂરી કે આંશિક ટેકસમાં છૂટ મળે છે. આ માટે સંગઠનને ઈન્કમ ટેકસ વિભાગથી ૮૦જી હેઠળ રજિસ્ટ્રેશન કરાવીને સર્ટિફિકેટ મેળવવાનું રહે છે.

એવું કરવાથી સંગઠન કે ટ્રસ્ટને દાનમાં મળથી રકમ વધી જાય છે, કારણ કે, તેના પર દાન કરનારાને ટેકસમાં છૂટ મળે છે.

ઉલ્લેખનીય છે કે, PFIનું નામ ઉત્ત્।ર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડમાં સામે આવ્યું હતું. આરોપ લાગ્યો હતો કે, જસ્ટિસ ફોર હાથરસ નામે બનેલી એક વેબસાઈટ પર જાતિના નામે લોકોને ઉશ્કેરીને હિંસા ફેલાવવા માટે ખોટા સમાચારો વહેતા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્ત્।ર પ્રદેશ પોલીસે PFI સાથે સંકળાયેલા ૪ લોકોની ધરપકડ કરી હતી. પોલીસને આશંકા છે કે, જસ્ટિસ ફોર હાથરસ વેબસાઈટ પાછળ PFIનો જ હાથ હોઈ શકે છે.

(3:33 pm IST)