મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

જય ધનવાન- જય કિશાન.... અવકાશમાંથી જોઈ શકાય છે, અમેરિકામાં ફેલાયેલા ખેતરો

ફકત બીલ ગેટ્સના ખેતરમાં જ ફ્રેન્ચ ફ્રાઈઝના બટાકા ઉગે છે

નવીદિલ્હીઃ વિન્ડોઝના સંસ્થાપક બિલ ગેટ્સ અમેરિકાના સૌથી મોટા ખેડૂત છે.  બિલ-મેલિન્ડાના છૂટાછેડાની ઘોષણા પછી, આ દંપતીએ કૃષિ ક્ષેત્રે મોટું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.  તેણે ૨૦૧૩ થી અમેરિકાના ૧૮ રાજ્યોમાં ૨.૬૯ લાખ એકરથી વધુ જમીન ખરીદી છે. આ વિસ્તાર ન્યૂયોર્ક સિટી કરતા મોટો હશે.  મેકડોનાલ્ડ્સમાં મળેલ ફ્રેન્ચ ફ્રાઈસ બિલ ગેટ્સના ખેતરોમાં ઉગાડવામાં આવતા બટાટામાંથી બનાવવામાં આવે છે.

કયાં કયો પાક ઉગે છે

ઉત્તર લ્યુઇસિયાનામાં ૭૦,૦૦૦ એકર ખેતીની જમીન પર સોયાબીન, કપાસ અને ચોખા ઉગાડે છે. સોયાબીન નેબ્રાસ્કામાં ઉગાડવામાં આવે છે. જ્યારે નફાની આશામાં ફ્લોરિડામાં ગાજર અને ડુંગળી ઉગાડવામાં આવે છે.

ફાયદાની આશા

બિલ તેમના પર્યાવરણ હિતેચ્છુ વલણ માટે જાણીતા છે. તે કૃષિ ક્ષેત્રના રોકાણને ફકત એક વ્યવસાય તરીકે જુએ છે. કૃષિને તેના રોકાણ જૂથ દ્વારા નફા માટે સલાહ આપવામાં આવી હતી.

૨.૬૯ લાખ એકરથી વધુ જમીન

૧૬.૦૯૭  વોશિંગ્ટન, ૯,૨૩૩ ઇડાહો, ૪,૫૦૯ કેલીફોર્નીયા, ૦૧ ન્યૂયોર્ક, ૨૫,૭૫૦ અરિજોના, ૯૭૫ વ્યોમિંગ, ૨૦,૫૮૮ નેબ્રાસ્કા, ૨.૨૭૦ કોલેરેડો, ૬૯,૦૭૧ લુજીયાના, ૧,૧૮૮વિસ્કોસીન ૨,૧૬૭ મિશિગન,૫૫૨ આઇઓવા, ૮,૯૧૫ઓહિયો,  ૯,૧૩૬ ઈડિયાના, ૧૭,૯૪૦ ઇલિનોઅસ, ૪૭,૯૨૭ અરકંસા, ૧૭,૮૨૮ ફ્લોરીડા,૧૬,૯૬૩ મિસીસિપી

(3:35 pm IST)