મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

સપાની ચાલ, ચરિત્ર અને ચહેરો દલીત વિરોધઃ માયાવતી

અખીલેશ સાથે નિલંબીત ધારાસભ્યોની મુલાકાત બાદ બસપા સુપ્રીમોએ ધડાધડ ટ્વીટ દ્વારા પલટવાર કર્યો

નવી દિલ્હી તા. ૧૬: બસપા ધારાસભ્યોની સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખીલેશ યાદવ સાથેની મુલાકાત અંગે પલટવાર કરતા માયાવતીએ સપા ઉપર ધૃણીત તોડજોડ, ધ્વેષ અને જ્ઞાતિવાદનું રાજકારણ કરવાનો આરોપ લગાડયો છે. માયાવતીએ આજે એક પછી એક ઘણા ટ્વીટ કરી બસપામાં તુટની આશંકા વાળી ખબરોનું ખંડન કરેલ.

ટ્વીટમાં તેમણે જણાવેલ કે, સપાની ચાલ, ચરિત્ર અને ચહેરો હંમેશા દલીત વિરોધી રહેલ તે જગ જાહેર છે. બસપાથી હાંકી કઢાયેલ ધારાસભ્યોને મળવાનો મીડીયામાં પ્રચાર કરવા માટે સપાનું નવું નાટક યુપીમાં પંચાયત ચુંટણી બાદ અધ્યક્ષ અને બ્લોક પ્રમુખની ચુંટણી માટે કરાયેલ પેંતરાબાજી વધુ લાગે છે.

તેમણે સપાને ધ્રુણીત તોડજોડ, દ્વેષ અને જાતિવાદ વગેરે સંકીર્ણ રાજકારણમાં માહીર ગણાવેલ સપા જો કોઇ નિલંબીત ધારાસભ્યો પ્રત્યે થોડી પણ ઇમાનદાર હોત તો અત્યાર સુધી તેમને અધ્ધરતાલ ન રાખ્યા હોત કેમ કે તેમને એ ખબર છે કે, જો બીએસપીના આ ધારાસભ્યોને લીધા તો સપામાં બગાવત અને ફુટ પડત, જે બસપામાં જવા આતુર બેઠા છે.

(3:38 pm IST)