News of Wednesday, 16th June 2021
બિહારમાં કરોડો રૂપિયાની લૂંટ પ્રકરણમાં માતા-પુત્ર પાસેથી રૂપિયા મળ્યા
પટણા તા. ૧૬ : બિહારના હાજીપુરમાં ૧૧ જુને એચડીએફસી બેન્કમાં રૂ.૧.૧૯ કરોડની લૂંટ થઇ હતી. આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને તપાસ દરમિયાન મુઝફરપુર અને સમસતીપુરમાં તપાસ દરમિયાન માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
(4:02 pm IST)