મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

૩૧ દેશોની GDPથી વધુ સંપત્તિ દાન કરી ચૂકી છે જેફ બેઝોસની પૂર્વ પત્નિ મૈકેંજી સ્કોટ

૨૮૬ સંસ્થાઓને ૨.૭ બિલિયન ડોલરનું કર્યું દાનઃ કુલ દાનની રકમ ૮.૫ બિલિયન ડોલરે પહોંચી

નવી દિલ્હી, તા.૧૬: જેફ બેઝોસની પૂર્વ પત્ની મૈકેંજી સ્કોટ હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેનું કારણ છે તેઓએ ૨૮૬ સંગઠનોને ૨.૭૬ બિલિયન ડોલરનું દાન આપ્યું છે. જેફ બેઝોસ સાથે છૂટાછેડા લીધા બાદ ત્રીજું અને બીજા લગ્ન કર્યા બાદ આ તેમનું પહેલું દાન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૈકેંજીએ છૂટાછેડા લીધા બાદ અત્યાર સુધીમાં ૮ બિલિયન ડોલરથી વધુનું દાન કર્યું છે. ખાસ વાત એ છે કે આટલી રકમ તો દુનિયાના ૩૧ દેશોની કુલ જીડીપી (GDP) કરતાં પણ વધુ છે. નોંધનીય છે કે દુનિયામાં સૌથી વધુ દાન બિલ-મેલિન્ડા ગેટ્સએ આપ્યું છે. જે ૨૭ વર્ષમાં ૫૦ બિલિયન ડોલરનું છે.

મૈકેંજી સ્કોટે હાલમાં જ ઘોષણા કરી હતી કે તેઓએ અને તેમની ટીમે ૨૮૬ સંગઠનોને ૨.૭૪ બિલિયન ડોલરનું દાન આપ્યું છે. જોકે દાનની રકમ અલગ-અલગ હોય છે, તે સરેરાશ પ્રતિ સંગઠન ૧૦ મિલિયન ડોલર થાય છે. ત્યારબાદ તેઓએ પોસ્ટ મીડિયમમાં આ દાન વિશે એક લેખ પણ લખ્યો છે. ખાસ વાત એ છે કે જેફ બેઝોસથી છૂટાછેડા લીધા બાદ તેઓ બે વર્ષમાં ૮ બિલિયન ડોલરથી વધુનું દાન કરી ચૂકયા છે. તેમના દાનનો આ ત્રીજો હપ્તો છે.

બે વર્ષમાં ૮ બિલિયન ડોલરનું દાન કોઈ નાની અમથી રકમ નથી. આ દાન બિલ-મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન બાદ કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. ખાસ વાત એ છે કે હાલના સમયમાં દુનિયામાં ૩૧ દેશોની અંદાજિત ઞ્ઝ્રભ્ પણ આટલી નથી. લાઇબેરિયા અને બારબાડોસથી લઈને લૂસિયા અને ડોમિનિકા જેવા દેશોની જીડીપી ૮ બિલિયન ડોલરથી ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, મૈકેંજી સ્કોટે લગભગ બે વર્ષ પહેલા જૈફ બેઝોસથી છૂટાછેડા લીધા હતા. તે દુનિયાના સૌથી મોંદ્યા છૂટાછેડા હતા. મૈકેંજી સ્કોટે છૂટાછેડા બાદ દુનિયાની સૌથી અમીર મહિલાઓમાં સામેલ થઈ ગઈ હતી. જેમ-જેમ અમેઝોનના શેરોના ભાવ વધતા ગયા તેમ-તેમ તેની સંપત્તિ પણ વધતી ગઈ. હાલમાં જ તેમને એક ટીચર સાથે લગ્ન કર્યા છે.

(4:06 pm IST)