મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

આદત સે મજબૂર

સતામાંથી બહાર થવા છતાં નેતન્યાહૂ વડાપ્રધાનની ખુરશી પર બેસી ગયા !!!

નવી દિલ્હી,તા. ૧૬: ઇઝરાઇલમાં વડાપ્રધાન તરીકે બેન્જિામન નેતન્યાહૂના ૧૨ વર્ષના શાસનનો અંત તાજેતરમાં જ આવી ગયો હતો. તેમના સ્થાને રાષ્ટ્રવાદી નફતાલી બેનેટની આગેવાનીવાળી સરકાર આવી છે. આવી સરકારને ઇઝરાયલીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચારી હોય. આ પરિવર્તન પ્રતિકારાત્મક દ્યટના સાથે આવ્યું છે. ઇઝરાયલમાં નવી સરકાર માટેનું વોટિંગ પૂરું થતા બેન્જિામન નેતન્યાહૂ ત્યાં ખુરશી પર બેસી ગયા હતા. જોકે, આ ખુરશી હવે તેમની રહી ન હતી!

આ બનાવનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સત્ત્।ામાંથી બહાર ધકેલતા વોટિંગ બાદ પણ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન જે સીટ પર દસકાથી બેસી રહ્યાં હતાં, તે વડાપ્રધાનની સીટ પર ફરી આકસ્મિક બેસી ગયા હતા! અંતે તેમને વિપક્ષ માટેની અનામત બેઠકો પર જવાનું કહેવામાં આવ્યું હતું. વીડિયો જોનારા દ્યણા લોકોએ આ દ્યટના પર કમેન્ટ્સમાં રમૂજ કરી હતી કે, જૂની ડાયહાર્ડ ટેવ.

ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં બે વર્ષમાં ચાર અનિર્ણાયક ચૂંટણીઓ બાદ હજારો લોકો આ પરિણામને આવકારવા નીકળ્યા હતા. રોબિન સ્કવેર ખાતે ઇરેઝ બેજુનરે કહ્યું કે, 'હું અહીંયા ઇઝરાયલમાં એક યુગના અંતનો જશ્ન મનાવી રહ્યો છું. હું ઈચ્છું છું કે તે સફળ થાય અને અમને ફરી સંગઠિત કરે. આ વખતે નવી સરકારના સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો.'

(4:08 pm IST)