મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

મોદી સરકારની ખેડૂતોને મોટી રાહત:ડીએપી પરની સબસિડીમાં 700 રુપિયાનો કર્યો વધારો

હવે ખેડૂતોને 1200 રુપિયામાં ડીએપીની એક થેલી મળશે

નવી દિલ્હી : મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા ડીએપી પરની સબસિડીને 700 રુપિયા વધારી દીધી છે એટલે હવેથી ખેડૂતોને 1200 રુપિયામાં ખાતરની એક થેલી મળશે. અત્યાર સુધી તો ખેડૂતોને ડીએપીની એક થેલી પર 500 રુપિયાની સબસિડી મળતી હતી. સરકારની સબસિડીને કારણે ખેડૂતોને હવે ડીએપી ખાતર પહેલાની જેમ 1200 રુપિયામાં મળતું રહેશે. તથા કંપનીઓ તરફથી વધારાયેલા ભાવની તેમની પર કોઈ અસર નહીં પડે.

અત્યાર સુધી સરકાર ડીએપી ખાતર પર 500 રુપિયાની સબસિડી આપતી હતી જ્યારે ડીએપીની કિંમત 1700 રુપિયા હતી. ખાતર બનાવવામાં વપરાતો કાચ માલ મોંઘો થતા કંપનીએ કિંમત વધારીને 2400 રુપિયા કરી નાખી હતી. તેને કારે ખેડૂતોને સબસિડી પછી પણ 1900 રુપિયા ચુકવવા પડતા હતા તેનાથી તેમની પર 700 રુપિયાનો વધારો બોજો પડતો હતો. સરકારે સબસિડી વધારીને ખેડૂતોને આમાંથી રાહત આપી છે. 

ડીએપી બનાવવામાં ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ થાય છે અને લગભગ 80 ટકા ફોસ્ફોરિક એસિડ ભારત નિકાસ કરે છે. તમામ દેશોએ તેની કિંમત વધારી છે તો કાચો માલ મોંઘો થઈ ગયો અને પરિણામે ડીએપીની કિંમત પણ વધી

ડીએપી પર 700 રુપિયા સબસિડી વધારવાને કારણે મોદી સરકાર પર લગભગ રુપિયા 14,755 કરોડનો વધારાનો બોજો પડશે. મોદી સરકાર દર વર્ષે ખેડૂતોને ખાતર પર લગભગ 80 હજાર કરોડની સબસિડી આપતી આવી છે અને હવે તેમાં 14,775 કરોડન વધારો થશે. પહેલી વાર ખાતર પરની સબસિડીમાં આટલો મોટો વધારો કરાયો છે

(7:25 pm IST)