મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક યુવકમાં ગ્રીન ફંગસ જોવા મળ્યો

દેશમાં બીજી લહેર બાદ બ્લેક ફંગસના કેસ વધ્યા : કોરોના થયાના ૯૦ દિવસ બાદ યુવક ગ્રીન ફંગસનો શિકાર બન્યો, દેશનો પ્રથમ કેસ, સારવાર માટે મુંબઈ ખસેડાયો

નવી દિલ્હી, તા. ૧૬ : દેશમાં કોરોનાની બીજી લહેર બાદ મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા વધી છે.

જોકે ફંગસ માત્ર બ્લેક હોય તેવુ પણ નથી રહ્યુ.અત્યાર સુધીમાં બ્લેકની સાથે સાથે વ્હાઈટ અને ક્રિમ ફંગસના કેસ સામે આવ્યા છે અને હવે મધ્યપ્રદેશના ઈન્દરોમાં દેશનો પહેલો ગ્રીન ફંગસનો કેસ રિપોર્ટ થયો છે.ઈંન્દોરમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઓસરી ગયુ છે પણ ફંગસના કેસ વધી રહ્યા છે.ગ્રીન ફંગસનો દર્દી કોરોના થયાના ૯૦ દિવસ બાદ આ બીમારીનો શિકાર બન્યો છે.

સ્વાસ્થ્ય વિભાગનુ કહેવુ છે કે, ૩૪ વર્ષીય વિશાલ શ્રીધર નામના એક યુવાનનો દોઢ મહિનાથી ઈન્દોરની એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો.તેના ફેફસાની હાલત બહુ ખરાબ હતી અને તેમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નહોતો.આખરે તેના ફેફસાની તપાસ ખરાઈ તો તેમાં ગ્રીન કલરની ફંગસ જોવા મળી હતી.તેને રંગના આધારે ગ્રીન ફંગસ નામ આપવામાં આવ્યુ છે.

આ દેશનો પહેલો કેસ છે જેમાં કોઈ વ્યક્તિના ફેફસામાં ગ્રીન કલરની ફંગસ મળી આવી હોય.આ દર્દીને હવે ચાર્ટર્ડ પ્લેન મારફતે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.ડોકટરો પણ આ પ્રકારનો પહેલો કેસ હોવાથી સારવારમાં વિશેષ સાવચેતી રાખી રહ્યા છે.

(8:17 pm IST)