મુખ્ય સમાચાર
News of Thursday, 16th June 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૦

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

મૂખ્‍ય ચાવી

‘‘સંપૂર્ણ સ્‍વીકાર જ ચાવી છે તે મૂખ્‍ય ચાવી છે તે બધા દરવાજા ખોલી શકે છે.''

એવું કોઇ તાળુ નથી જે સ્‍વીકારભાવથી ના ખૂલે તે બધા જ તાળામાં સમાઇ જાય છે. કારણ કે જે ક્ષણે-તમે કઇક સ્‍વીકારો છો. તમારા અસ્‍તીત્‍વનું રૂપાંતરણ શરૂ થઇ જાય છે. કારણ કે હવે ત્‍યાં કોઇ વિરોધ નથી સ્‍વીકાર ભાવમાં તમે એક બની જાવ છો.

ઇચ્‍છાઓ સુંદર છે જો તમે તેને સ્‍વીકારો તો તે કરૂણા બની જાય છે. જો તમે ઇચ્‍છાઓને સ્‍વીકારો તો ધીમે-ધીમે તમે જોશો કે એ જ ઉર્જા ઇચ્‍છા વીહીન બનતી જાય છે.

તમે જેને પણ ઇચ્‍છાઓ કહો છો તે ઇચ્‍છા વિહીનતા લાવે છે. અત્‍યારે તે કોલસા જેવી છે તેન ેહીરામા પરીવર્તીત કરી શકાય છે તે કીમતી બની શકે છે ફકત ઇચ્‍છા વગરના માણસને વિચારો-તે નપૂંશક બની જશે. ખરેખર તો તે જીવંત જ નહી રહી શકે કારણ કે ઇચ્‍છા વગર કઇ રીતે તે જીવી શકે ? તેથી ઇચ્‍છા વિહીનતા નકારાત્‍મક નથી તે એક ઉચ્‍ચત્તમ હકારાત્‍મકતા છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:02 am IST)