મુખ્ય સમાચાર
News of Thursday, 16th June 2022

મહારાષ્ટ્રના નાગપુર જીલ્લામાં રૂ.૧૦૦ની જગ્યાઍ ૫૦૦ રૂપિયાની નોટ ATMમાંથી નીકળતા લોકોની લાઇનો લાગી

પોલીસે ઍટીઍમ બંધ કરાવીને પોલીસને જાણ કરી

નાગપુરઃ જરા વિચારો કે તમને 100 રૂપિયાની જરૂરત છે અને પૈસા કાઢવા માટે ATM મશીન સુધી પહોચ્યા, મશીનમાં જાણકારી ઇનપુટ કર્યા બાદ તમન પાંચ ગણી રકમ એટલે કે 500 રૂપિયા મળી જાય તો. એવામાં એક સાથે તમે ચોકી પણ જશો અને ખુશ પણ થશો. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં પણ એક વ્યક્તિ સાથે આવુ થયુ છે. આ સમાચાર ફેલાઇ જતા લોકો પૈસા કાઢવા માટે પહોચી ગયા હતા.

નાગપુર જિલ્લામાં એક વ્યક્તિ તે સમયે આશ્ચર્યમાં પડી ગયો જ્યારે તેને એક એટીએમમાંથી 500 રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના બદલામાં તેને મશીનમાંથી 500 રૂપિયાની પાંચ નોટ મળી ગઇ. આ વાતના ફેલાતા જ લોકો વચ્ચે એટીએમમાં પૈસા કાઢવા માટે લાઇન લાગી ગઇ હતી. આ વ્યક્તિએ ફરી એક વખત 500 રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો અને ફરી તેને 2,500 રૂપિયા મળ્યા.

આ ઘટના નાગપુરથી 30 કિલોમીટર દૂર ખાપરખેડા શહેરની એક ખાનગી બેન્કના એટીએમની છે. સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગયા અને એટીએમ કેન્દ્રની બહાર લાઇન લાગી ગઇ હતી. ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે એક બેન્ક ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ કરી અને ઘટનાસ્થળે પહોચેલી પોલીસે એટીએમ કેન્દ્રને બંધ કરી દીધુ હતુ અને બેન્કને આ મામલે જાણ કરી હતી.

(5:39 pm IST)