મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

JAINA નું 21મું આંતર રાષ્ટ્રીય અધિવેશન યોજાયું : 1 થી 6 જુલાઈ 2021 દરમિયાન યોજાયેલા વર્ચ્યુઅલ અધિવેશનમાં 23 દેશોના 15 હજાર લોકો જોડાયા : દલાઈ લામા સહીત 70 સંતોએ આધ્યાત્મિક પ્રવચનો આપ્યા

યુ.એસ. : તાજેતરમાં 1 થી 6 જુલાઈ 2021 દરમિયાન જૈન એશોશિએશન્સ ઈન નોર્થ અમેરિકા ( JAINA ) નું 21મું આંતર રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયું. જેમાં 3 વર્ષથી 93 વર્ષ સુધીની ઉંમરના 23 દેશોના 15 હજાર લોકો જોડાયા હતા.તથા દલાઈ લામા સહીત 70 સંતોએ આધ્યાત્મિક પ્રવચનો આપ્યા હતા.જેમાં ભારતના અનેક સંતો મહંતોનો સમાવેશ થતો હતો.

' જૈનિઝમ : એ રિસીલિએન્ટ પાથ ઓફ પીસ ' સૂત્ર સાથે યોજાયેલા આ અધિવેશનમાં આપણી માન્યતાઓ ,સિદ્ધાંતો ,મૂલ્યો ,તથા નૈતિકતાનું નિદર્શન કરાવાયું હતું.તથા ભારતમાં આવેલા જૈન તીર્થોના વર્ચ્યુઅલ દર્શન કરાવાયા હતા.

6 દિવસીય અધિવેશનમાં યોગા ,મેડિટેશન ,જૈન આરતી ,ઉદ્બોધનો ,મહિલા સંમેલન ,બાળકો માટેના કાર્યક્રમો ,યુથ એક્ટિવિટીઝ ,ભક્તિ ,ડાયરો ,સાંસ્કૃતિક કાર્યક્રમો , મહાવીર એક અલૌકિક કથા ,મ્યુઝિકલ ડાન્સ ,સહીત વિવિધ આયોજનો કરાયા હતા. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:16 pm IST)