મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

દક્ષિણપૂર્વ એશિયાઇ વિસ્તારોમાં સ્થિતી ખરાબ

કોરોનાને લીધે દુનિયાભરમાં ૨.૩ કરોડ બાળકો જીવનરક્ષક રસીથી વંચિત રહ્યા

નવી દિલ્હી,તા. ૧૬: કોરોનાની મહામારીના  કારણે વર્ષ ૨૦૨૦માં દુનિયાભરમાં ૨.૩ કરોડ બાળકોને સામાન્ય રસીકરણ કાર્યક્રમ હેઠળ જરુરી જીવન રક્ષક રસી નથી લગાવી શકાઈ.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુનાઈટેડ નેશન ચિલ્ડ્રેન ઈમરજન્સી ફંડે પોતાના સંયુકત રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦માં ૧.૭ કરોડ બાળકો એવા રહ્યા જેમને રસીના એક પર ડોઝ નથી મળી શકયા.

WHOના પ્રમુખ ટેડ્રોસ એ. ગેબ્રેયેસિસે કહ્યું છે કે દુનિયાના તમામ અન્ય જરુરી રસીકરણ અભિયાનને પાછળ છોડીને કોરોનાની રસી પર ભાર આપી રહ્યા છે. હકિકત એ છે કે આ અવ્યવસ્થામાં આપણે બાળકો માટે સંકટ પૈદા કરી રહ્યા છે. આ બેદરકારીનું પરિણામ એ થશે કે બાળકોમાં ઓરી, પોલિયો અને મગજના તાવના મામલા સામે આવી શકે છે. જે જીવલેણ હોવાની સાથે પીડાદાયક રોગ છે. તેમણે કહ્યું કે કોરોનાની વચ્ચે આ બિમારીની એન્ટ્રી સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે ખતરાની ઘંટી સમાન છે. તમામ દેશોમાં આ તરફ વધારે ધ્યાન દેવાની જરુર છે.

ડબ્લ્યૂએચઓ અનુસાર દક્ષિણપૂર્વ એશિયાઈ વિસ્તારોમાં સ્થિતિ વધારે ખરાબ છે.  ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ અને મેકિસકો એવા દેશો છે જયાં મહામારીના કારણે બાળકો માટે ચાલનારા જરુરી રસીકરણ અભિયાનને અસર પહોંચી છે. આ દેશોમાં સૌથી વધારે સંયુકત રુપથી લાગેલી ડીટીપી ૧ રસીનો પહેલો ડોઝ શુદ્ઘા લોકોને નથી લાગ્યો. બાળકોને રસી ન લાગવાના કારણે કોરોનામાં ડર અને અવ્યવસ્થા છે.

રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં ૩૫ લાખ બાળકોને ડીટીપી-૧ રસીનો પહેલો ડોઝ નથી મળી શકયો. આ રીતે ૩૦ લાખ બાળકોને ઓરીની રસીનો પહેલો ડોઝ નથી લાગી શકયો. ગવિના સીઈઓ ડો. સેઠ બર્કલે કહ્યું છે કે મહામારીથી પહેલા ડીપીટી, ઓરી અને પોલિયોના રસીકરણનો દર ૮૬ ટકા હતો. જયારે ડબ્લ્યૂએચઓનો માપદંડ ૯૫ ટકા છે.  તે જણાવે છે કે મહામારીના કારણે રસીકરણનો દર દ્યટવો ચિંતાજનક સ્થિતિ છે. તમામ દેશોમાં આ તરફ ધ્યાન આપવુ પડશે નહીંતર ખસરા, પોલિયો જેવી બિમારી ફરી નવી સમસ્યા ઉભી કરી શકે છે.

(11:05 am IST)