મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

કપડાનું માપ લેવા ઘરે બોલાવી મહિલા ટેલર પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર

યુવકોએ પીડિતાના ભાઇને મારી નાંખવાની ધમકી આપી ગેંગરેપ કર્યો

લખનઉ,તા.૧૬ : ઉત્ત્।ર પ્રદેશમાં મહિલાઓ અને બાળકીઓ સાથે રેપ અને ગેંગરેપની ઘટનાઓમાં સતત વધારા થઇ રહ્યો છે. અહીં જતે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં મુઝફ્ફરનગરમાંથી પણ ઘરેથી જ સિલાઇ કામ કરતી યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેના દીકરાના કપડાનું માપે લેવા માટે પાડોશમાં રહેતી સિલાઇ કામ કરતી યુવતીને ઘરે બોલાવી હતી, જે પછી તેને ત્રણ યુવકોને હવાલે કરી દીધી હતી. જે પછી યુવકોએ મહિલા ટેલર પર ગેંગરેપ ગુજાર્યો હતો.

ઉત્ત્।ર પ્રદેશના મુઝફ્ફરનગરના એક ગામમાં યુવતી ઘરેથી જ સિલાઇ કામ કરતી હતી. ગુરૂવાર સાંજે પાડોશમાં રહેતી એક મહિલા એના બાળકના કપડાનું માપ લેવા માટે ઘરે બોલાવી હતી. જયારે ટેલર એના ઘરે પહોંચી ત્યારે મહિલાએ તેને મકાનના ઉપરના ભાગે બોલાવી લીધી. મહિલા ટેલર જયારે રુમમાં દાખલ થઇ તો મહિલાએ તેન રુમમાં બંધ કરી દીધી જયાં પહેલેથી જ ત્રણ યુવકો હાજર હતા. યુવકોએ યુવતીને એના ભાઇને મારી નાંખવાની ધમકી આપી સામૂહિક બળાત્કાર કર્યો હતો. દીકરી ઘરે ન પહોંચતાં એના સ્વજનો પાડોશીના ઘરે પહોંચ્યા હતા જયાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ દરમિયાન આરોપીઓ પીડિતાના પરિવારને મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે પછી યુવતીના ભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ પછી જિલ્લા પોલીસ આરોપીઓની તપાસ કરવામાં લાગી ગઇ હતી.

(11:07 am IST)