મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

પેન્શનર્સને હવે બેન્કમાંથી SMS : વોટ્સએપ દ્વારા પેન્શન સ્લિપ મળશે

માસિક પેન્શનની વિગત, જમા રકમની માહિતી અને કરકપાત હોવી જોઇએ

નવી દિલ્હી,તા.૧૬:  પેન્શનર્સની મુશ્કેલી ઘટાડવા બેન્કો હવે પેન્શન સ્લિપ્સ મોકલવા એસએમએસ અને ઇમેઇલ સાથે વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્સનો પણ ઉપયોગ કરી શકશે તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યા અનુસાર 'બેન્કો એસએમએસ અને ઇમેઇલ ઉપરાંત, વોટ્સએપ સહિતની સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરી શકે.' પેન્શનર્સને આવકવેરા, મોંઘવારી રાહત પેમેન્ટ અને DR એરિયર્સની જરૂર પડતી હોવાથી કેન્દ્રએ બેન્કોને આ માહિતી પૂરી પાડવા પર ભાર મૂકયો હતો.આદેશ અનુસાર પેન્શન જમા થયા પછી પેન્શનનું વિતરણ કરતી બેન્કોએ પેન્શનર્સને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા અથવા ઇમેઇલથી પેન્શન સ્લિપ મોકલવી જોઇએ. જેમાં માસિક પેન્શનની વિગત, જમા રકમની માહિતી અને કરકપાત હોવી જોઇએ.

(11:38 am IST)