મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

ટેટુ દ્વારા કોરોનાની અમિટ યાદ રાખી રહ્યા છે લોકો

મુંબઇ, તા. ૧૬ :  ટેટુ દ્વારા લોકો પોતાની જીંદગીની સોનેરી યાદો સમેટતા આવ્યા છે. કોરોના પણ આવી જ એક યાદ છે. કોઇ માટે ખરાબ તો કોઇ માટે સંઘર્ષપૂર્ણ જીત રહી છે.

તે લોકો કે જેમણે પોતાની ઇચ્છા શકિતથી કોરોનાને હરાવ્યો છે તે પોતાની જીતની કહાની ટેટુમાં તેની ઓળખના રૂપે રાખી રહ્યા છે. કેટલાકે વાયરસને ટેટુના રૂપ દીધો છે તો કેટલાક તેના સંબંધિત વસ્તુઓ જેવી કે આશા, સંર્ઘા વગેરેની ડીઝાઇન બનાવી છે.

કોરોનામાં અનેક લોકો સાજા પણ થયા અને અનેક લોકોએ પોતાનાને ગુમાવ્યા છે. એવા લોકો ટેટુ દ્વારા પોતાના પરિજનોને જીવનભર યાદ કરતા રહેશે, ટેટુ કલાકાર અભિષેકે જણાવેલ કે ભારતમાં ખાસ કરીને ટેટુ અને સંવદનાઓનો અતુટ સંબંધ છે. લોકો વાયરસમાં ગુમાવેલ પોતાના પ્રિયજનના ટેટુ શ્રધ્ધાંજલી રૂપે બનાવી રહ્યા છે. પણ ટેટુ બનાવતા પહેલા એલજીની તપાસ કરાવવી જરૂર હોવાનું પણ અભિષેકે જણાવેલ.  કપીલ મદાન નામના વ્યકિતએ કોરોનામાં પોતાના માતા ગુમાવેલ. પોતાની આંખો સામે દરેક પળે માતાને જોવા તેમણે હાથ ઉપર માતાનું ટેટુ બનાવ્યું છે કપીલે જણાવેલ કે કોરોના મારા અને મારા જેવા અનેક લોકો માટે ખુબ જ પીડાદાયક અને ન ભુલી શકાય તેવો સમય હતો. હવે આ ખતમ થાય.

(2:26 pm IST)