મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

જેલમાં બબાલ : ટીયરગેસ છોડવો પડ્યો

જેલમાં ટીયરગેસનો ઉપયોગ કરવો પડે એ હદે સ્થિતી વણસી : માંડ મામલો થાળે પડ્યો

બલિયા (ઉ.પ્ર.),તા. ૧૬ : બલિયા જેલમાં રૂટીન ચેકીંગ દરમ્યાન બુધવારે રાત્રે અચાનક કેદીઓએ જેલ સીકયુરીટી પર હુમલો કર્યો હતો. જેલ સીકયુરીટી પર થયેલા પથ્થરમારામાં કેટલાક ઘાયલ પણ થયા હતા. જેલમાં થયેલ આ બબલાને શાંત કરવા માટે પીએસી અને બીજા પોલીસ સ્ટેશનોએ થી ફોર્સ બોલાવવી પડી હતી. ત્રણ કલાક પછી માંડ માંડ આ બબલાને શાંત કરી શકાય હતી. આ દરમ્યાન કલેકટર અને એસપી પોતે પણ ફોર્સ સાથે જેલ પર પહોંચી ગયા હતા.કલેકટર અદિતિસિંહે મીડીયાને જણાવ્યું કે કેદીઓના બે જૂથ વચ્ચે વિવાદ પછી પથ્થરમારો થયો હતો. ત્યાર પછી સાવચેતી રૂપે પોલીસ બોલાવી લેવાઇ હતી. હવે સ્થિતી સામાન્ય છે.

જીલ્લા જેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે બુધવારની સાંજે સમાધાન કરાવીને તેમને બેરેકમાં મોકલવાની તૈયારી થઇ રહી હતી. એ દરમ્યાન કેદીઓના એક જૂથે જેલમાં આમ તમે પડેલા પથ્થરોથી જેલ સીકયુરીટી પર પથ્થરમારો શરૂ કરી દીધો. જેલરે આની જાણ જીલ્લા પ્રશાસન ખને પોલીસ પ્રશાસનને કરી. ખબર મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારી ત્યાં કેટલાય પોલીસ સ્ટેશનની ફોર્સ અને પીએસી ના બે વાહનો લઇને પહોંચી ગયા હતા.

બબાલને ખતમ કરવા અને કેદીઓને કાબુમાં લેવા માટે તેમના પર ટીયરગેસ છોડવો પડ્યો હતો. જો કે ૪૫ મીનીટ પછી અંદરથી આવતો દેકારાનો અવાજ બંધ થઇ ગયો હતો પણ પૂર્ણ શાંતિસ્થાપિત કરવામાં ફોર્સને ત્રણ કલાક લાગ્યા હતા.

કહેવામાં આવે છે કે આ જેલના નવા જેલર યુપી મિશ્રા બહુ કડક છે અને જેલમાં મોબાઇલનો વપરાશ લગભગ બંધ કરાવી દીધો. તેમણે જેલમાં જ પીસીઓની વ્યવસ્થા કરાવી દીધી છે. આ વાત કેદીઓને પસંદ ના આવતા આ બબલા થઇ હોવાનું મનાય રહ્યું છે.

(3:10 pm IST)