મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

જન્મની સાથે જ દરેક વ્યકિતને મળે છે ડોકટર : સરકાર કરાવે છે રજીસ્ટ્રેશન

લંડનના નાયબ મેયર રાજેશ અગ્રવાલે બ્રિટનની હેલ્થ સેવા અંગે માહિતી આપી : ૧૮ વર્ષથી નીચેના ૬૦ વર્ષથી ઉપરના ગર્ભવતી, બેરોજગાર અને ગરીબોને દવા પણ મફત મળે છે

ભોપાલ, તા. ૧૬ : લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલે એક ઇન્ટરવ્યુંમાં બ્રિટનની સ્વાસ્થ્ય સેવાઓ અંગેની માહિતી આપતા જણાવેલ કે શિક્ષણની જેમ જ સ્વાસ્થ્યેને મૌલીક અધીકારી માનવો જોઇએ. લોકોની જીંદગી બહેતર બનાવવા માટે ભારતમાં પણ સારામાં સારી સ્વાસ્થ્ય સેવા ઉભી કરવી જોઇએ.

તેમણે જણાવેલ કે બ્રીટનની નેશનલ હેલ્થ સર્વીસ દુનિયાની સૌથી નિરાલી સેવા છે. અહીં જન્મથી દરેક વ્યકિતને એક ડોકટર આપવામાં આવે છે. જન્મની સાથે જ જનરલ પ્રેકટીશ્નર પાસે વ્યકિતની નોંધણી કરાવાય છે. આ રજીસ્ટ્રેશન સરકાર જ કરે છે. વ્યકિત બીમાર પડે છે તો રજીસ્ટર્ડ વિભાગ તપાસ કરી દવા લખે છે. અને જો તજજ્ઞને બતાવવાની જરૂરીયાત હોય તો રીફર કરે છે.

હોસ્પિટલમાં જવા પર મફત ઉપચાર મળે છે. ૧૮ વર્ષથી ઓછા અને ૬૦ વર્ષથી વધુની વ્યકિતને દવા પણ મફત મળે છે. ગર્ભવતી, બેરોજગાર અને ગરીબોને પણ દવા નિઃશૂલ્ક હોય છે. ડોકટરને ગમે ત્યારે બતાવી શકાય છે. જેના માટે કોઇ ફી નથી દેવી પડતી.

અંતમાં અગ્રવાલે જણાવેલ કે એન.એચ.એસ. સમગ્ર યુરોપમાં સૌથી વધુ નોકરી આપતી સેવા છે. એવું પણ કહેવાય છે કે ભારતીય રેલ બાદ સૌથી વધુ રોજગારી આપતી વિશ્વની બીજા નંબરની સેવા છે. આ સેવાને બીજા વિશ્વ યુધ્ધ બાદ શરૂ કરવામાં આવી હતી.

(3:42 pm IST)