મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

મહેનત, લગન અને આત્મવિશ્વાસથી રાજસ્થાનના ઍક સફાઇ કામદાર આશા કંડારાઍ રાજસ્થાન પ્રશાસનિક સેવાની પરિક્ષા પાસ કરીઃ ઍસડીઍમ બનશે

કામકાજની સાથે પરિક્ષા પાસ કરવાનો પડકાર જીતી લીધો

જયપુર: મહેનત, લગન અને આત્મવિશ્વાસ.. આ માત્ર શબ્દ નથી, જીવન જીવવાની રીત છે. રાજસ્થાનની એક નગર નિગમ સફાઇકર્મીએ તે કરી બતાવ્યુ છે જેનું સ્વપ્ન દેશના કરોડો યુવા જુવે છે. જોધપુરની આશા કંડારાને 2018માં રાજસ્થાન પ્રશાસનિક સેવા (RAS)ની પરીક્ષામાં બેસવાની તક મળી હતી, જેનુ પરિણામ હવે આવ્યુ છે. આ પરીક્ષા પાસ કરીને તે એક અધિકારી બની ગઇ છે.

ટ્રેનિંગ બાદ SDMના પદ પર તેની પોસ્ટિંગ થશે પરંતુ આશા માટે આ રસ્તો એટલો આસાન નહતો. આઠ વર્ષ પહેલા આશાનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. પતિએ તેને છોડી દીધી હતી. હવે તેની ઉપર બે બાળકના પાલન પોષણની જવાબદારી આવી ગઇ હતી. આશા એક બાદ એક સરકારી નોકીઓના ફોર્મ ભરતી ગઇ હતી, તેણે જણાવ્યુ

મે વર્ષ 2016માં તૈયારી શરૂ કરી હતી. પહેલા SSCની તૈયારી પણ શરૂ કરી હતી, પછી વિચાર્યુ કે કઇક કરવુ છે તો મોટુ જ કરૂ. તે બાદ RASની તૈયારી શરૂ કરી હતી. જેટલી પણ સરકારી નોકીઓ આવી તે તમામના ફોર્મ ભર્યા હતા, કારણ કે જીવન જીવવા માટે તમારે ફાઇનાન્સિયલ સપોર્ટ તો જોઇએ જ.

2018માં જૂનમાં તેમણે મેન્સની પરીક્ષા આપી હતી. જુલાઇમાં તેમણે જોધપુર નગર નિગમમાં સફાઇ કર્મચારી તરીકે નોકરી મળી હતી. જોકે, અહી તે પરમેનેન્ટ નહતા. એવામાં તે પરમેનેન્ટ નિયુક્તીની લડાઇ પણ લડતા રહ્યા હતા.

1 જુલાઇ 2021માં આશાને જોધપુર નગરનિગમમાં પરમેનન્ટ કરી દીધા હતા. જોકે, 12 દિવસ બાદ એટલે કે 13 જુલાઇએ રાજસ્થાન પ્રશાસનિક સેવા 2018નું પરિણામ આવ્યુ હતું. જેમાં આશાએ સારા રેન્ક સાથે સફળતા મેળવી છે.

આશા કંડારાની તૈયારી પણ બીજા પરીક્ષાર્થીઓના મુકાબલે અલગ રહી હતી. કામકાજની સાથે તૈયારી કરવી તેની માટે એક મોટો પડકાર હતો. ખાસ કરીને જ્યારે રોજના આઠ કલાકની શિફ્ટ કરવી હોય તો કામ એવુ જે શરીરને થકવી દે તેમ છતા આશા દરરોજ પુસ્તકો સાથે લઇને ચાલતી હતી. નાશ્તો અને લંચ દરમિયાન પુસ્તક ખોલીને આશા વાચવા બેસી જતા હતા. આશાએ જણાવ્યુ, ‘વર્ષ 2018માં 25 અથવા 26 જૂને મારી મેન્સની પરીક્ષા હતી. મને તો વિશ્વાસ હતો કે પરીક્ષા નીકળી જશે પરંતુ એક ડર પણ હતો, છતા તે વર્ષે 7 જુલાઇએ નગર નિગમમાં નોકરી લાગી હતી. નોકરીની સાથે સાથે તૈયારી પણ કરતી હતી. આ મુશ્કેલ હતુ પરંતુ મારે કરવુ હતું, જ્યારે પણ સમય મળતો હું અભ્યાસ કરતી હતી, લોકો લંચ કરતા હતા અને હું અભ્યાસ કરતી હતી.

આશા કંડારાની સફળતા સાચે જ પ્રેરણા આપનારી છે. જોકે, તેમની માટે આ સફરનો અંત નથી પણ શરૂઆત છે. આશા કંડારા IAS બનવા માંગે છે. અત્યારે તે ટ્રેનિંગ બાદ SDMના પદે નિયુક્ત થશે પરંતુ IAS માટે તૈયારી ચાલુ રાખશે. આશાએ બીજા પરીક્ષાર્થીઓને એક મેસેજ પણ આપ્યો છે.

આશાએ કહ્યુ કે, ‘હું જો કરી શકુ છુ તો કોઇ પણ કરી શકે છે, મહેનતથી જ સફળતા મળે છે. સફળતા મળ્યા બાદ ગર્વ પણ અનુભવાય છે. જ્યારે તમારા માતા-પિતાને કોઇ ફોન કરે છે અને કહે છે કે પુત્રીએ તો કેટલો મોટી સિદ્ધિ મેળવી છે તો સારૂ લાગે છે. તૈયારી કરનારાઓને માત્ર એટલુ કહેવા માંગુ છું કે અભ્યાસ કરતા રહો. જે સમય મળે, તેને સારી રીતે યૂઝ કરો.

ત્રણ બહેનોએ એક સાથે મેળવી સફળતા

રાજસ્થાન પ્રશાસનિક સેવામાં યુવતીઓની સફળતા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનનો એક જિલ્લો છે હનુમાનગઢ. અહી એક નાનુ ગામ છે જેનું નામ સે ભેરુસરી. ભેરૂસરીની ત્રણ યુવતીઓએ રાજસ્થાન પ્રશાસનિક સેવાની પરીક્ષા પાસ કરી છે. આ ત્રણ યુવતીઓ સગી બહેનો છે.

(5:25 pm IST)