ડોમિનોઝ સ્ટોરમાંથી ચોંકાવનારી તસવીર આવી સામેઃ લોકો રોષે ભરાયા!
એક ટ્વિટર યુઝરે બેંગ્લોરમાં એક ડોમિનોઝ આઉટલેટની તસવીરો શેર કરી છે
બેંગ્લોર, તા.૧૬: તમે ઘણીવાર રેસ્ટોરન્ટમાં ખાવાની બાબતમાં બેદરકારી થઈ હોવાના સમાચાર સાંભળ્યા હશે, પરંતુ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને દંગ રહી જશો. આ તસવીર જોઈને લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો માને છે કે આવી બેદરકારીને બિલકુલ માફ ન કરવી જોઈએ.
એક ટ્વિટર યુઝરે બેંગ્લોરમાં એક ડોમિનોઝ આઉટલેટની તસવીરો શેર કરી છે. આમાં, પિત્ઝાના બેઝ ટ્રેમાં પડ્યા છે અને તેની ઉપર મોપ્સ લટકતા જોવા મળે છે. ડોમિનોઝ સ્ટોરમાં પિઝાના બેઝ પર ટોયલેટ બ્રશ લટકતું જોવા મળ્યું છે. જુઓ તસવીરો.
બંને ફોટામાં ટોઇલેટ બ્રશ અને મોપ દિવાલ પર લટકેલા જોઇ શકાય છે. તેમની નીચે બેઝની ટ્રે રાખવામાં આવે છે. આ ફોટામાં કેપ્શન આપવામાં આવ્યું છે કે ‘આ રીતે ડોમિનોઝ અમને તાજા પિત્ઝા પીરસે છે, ખૂબ જ ખરાબ. એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘ડોમિનોઝમાં ફરી ક્યારેય ખાશો નહીંર્.ીં આ ફોટા જોઈને ઘણા લોકો ગુસ્સે થઈ ગયા છે.
આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો ડોમિનોઝ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા, જયારે ઘણા લોકોએ ટોણાનો વરસાદ કર્યો છે.