મુખ્ય સમાચાર
News of Tuesday, 16th August 2022

હેસ્‍ટર બાયોનો ચોખ્‍ખો નફો રૂા. ૩.૫૬ કરોડ

મુંબઇ,તા. ૧૬: ભારતની ટોચની પોલ્‍ટ્રી અને એનિમલ વેક્‍સિન ઉત્‍પાદક કંપનીઓમાં સ્‍થાન ધરાવતી હેસ્‍ટર બાયોસાયન્‍સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ રૂ. ૩.૫૬ કરોડનો ચોખ્‍ખો નફો, રૂ. ૫૦.૭૦ કરોડની આવકો અને રૂ. ૪.૧૯ની ઈપીએસ નોંધાવી છે. આ કન્‍સોલિડેટેડ પરિણામોમાં નેપાળ અને ટાન્‍ઝાનિયા સ્‍થિત સબસિડરી કંપનીઓની કામગીરીનો પણ સમાવેશ થાય છે. હેસ્‍ટર નેપાળે સ્‍થાનિક ધોરણે આવકમાં ૧૬ ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જોકે એફએઓ અને અન્‍ય બહુપક્ષીય સંસ્‍થાનો દ્વારા ટેન્‍ડરિંગમાં વિલંબના લીધે વર્તમાન ત્રિમાસિક ગાળામાં કોઈ ટેન્‍ડર વેચાણો નોંધાયા નથી. હેસ્‍ટર ટાન્‍ઝાનિયાએ હજુ હમણાં જ કોમર્શિયલ ઓપરેશન્‍સ શરૂ કર્યા છે અને તેના થકી આવકો બીજા ત્રિમાસિક ગાળાથી શરૂ થાય તેવી શક્‍યતા છે. નવી પ્રોડક્‍ટ્‍સ દાખલ કરવાના પગલે અને પ્રાદેશિક વિસ્‍તરણથી મળેલી મજબૂત ગતિને કારણે હેલ્‍થ પ્રોડક્‍ટ્‍સના વેચાણમાં ૪૨%નો વધારો થયો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળાથી વેપાર અને નફામાં સુધારો જોવાય તેવી શક્‍યતા છે. જુલાઈ, ૨૦૨૨થી દેશના કેટલાક ભાગોમાં લમ્‍પી સ્‍કિન ડિસીઝ (એલએસડી) બીમારી ફેલાવાના લીધે વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વેચાણ વધે તેવી સંભાવના છે.
 

 

(12:23 pm IST)