મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

યુ.એસ.સ્થિત સગીર યુવતીના નગ્ન ફોટાઓનો વિડિઓ શેર કરી બ્લેકમેઇલ કરવાનો આરોપ : ભારતના તેલંગણામાં એન્જીનીઅરીંગનો અભ્યાસ કરતા યુવાનની ધરપકડ

તેલંગણા :  ભારતના તેલંગણામાં એન્જીનીઅરીંગનો અભ્યાસ કરતા યુવાન ઉપર યુ.એસ.સ્થિત સગીર યુવતીના નગ્ન ફોટાઓનો વિડિઓ શેર કરી બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવાયો છે.જેના અનુસંધાને સાઇબર ક્રાઇમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ તેલંગણાના નિઝામાબાદના વતની  27 વર્ષીય યુવાન દેવનાપલ્લી સંદીપ રાવ ઉપર યુ.એસ.સ્થિત સગીર યુવતીને પોર્નોગ્રાફી ફિલ્મો બતાવી તેનો નગ્ન હાલતનો વિડિઓ ઉતારી શેર કરવાનો અને તેને બ્લેકમેઇલ કરવાનો આરોપ મુકાયો છે.આ યુવાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઉપરોક્ત કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી છે.તેણે યુવતી પાસે હજુ પણ વધુ નગ્ન ફોટાઓની માંગણી કરી હતી જેથી યુવતીએ તેનું એકાઉન્ટ બ્લોક કરી દેતા યુવકે તેની પાસે રહેલા યુવતીના નગ્ન ફોટાઓ તેણીના સબંધીઓને મોકલી યુવતી તેની સાથે વાત કરે તેવો આગ્રહ રાખ્યો હતો.જેનો ભાંડો ફૂટતા યુવતીના માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીના માતાપિતાએ ફરિયાદ કર્યાના 4 કલાકમાં જ પોલીસે આરોપીને  પકડી પાડ્યો છે.તથા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોથી અજાણ્યા લોકો સાથે મૈત્રી ન કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયા સ્થિત આ સગીર યુવતી સાથે માર્ચ માસમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા મૈત્રી કરી આરોપી યુવાને ઉપરોક્ત કૃત્ય આચર્યું છે.

(7:40 pm IST)