મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

હવે મોબાઇલ વિના એટીએમમાંથી પૈસા નહિ ઉપડે

૧૮ સપ્ટેમ્બરથી અમલમાં આવતા નવા નિયમો

મુંબઇ,તા.૧૬: દેશની બેંકિંગ સિસ્ટમમાં વધી રહેલા છેતરપિંડીને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને સમયાંતરે ચેતવણી આપતી રહે છે. હકીકતમાં, બેંકિંગ સિસ્ટમમાં છેતરપિંડીના મોટાભાગના કિસ્સા એટીએમથી જ આવે છે. આવી છેતરપિંડી રોકવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક (એસબીઆઇ) એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. એસબીઆઈનો નવો નિયમ ૧૮ સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

જો તમારું ખાતું પણ સ્ટેટ બેંક ંઓફ ઇન્ડિયામાં છે, તો તમારે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે નવો નિયમ શું છે. એટીએમ પર થતા અનધિકૃત વ્યવહારોને રોકવા માટે એસબીઆઈ એટીએમ પર ઓટીપી આધારિત સુવિધા પણ લાગુ કરશે.

આ સુવિધા સાત દિવસ ૨૪ કલાક કામ કરશે. અગાઉ બેંકે આ સુવિધા ફકત ૧૦ હજાર રૂપિયાથી વધુની ઉપાડ પર જ લાગુ કરી હતી, જેનો સમય સવારે ૮ થી સવારે ૮ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સુવિધા ૨૪*૭ કામ કરશે.

આ નિયમ પછી, તમારે તમારો મોબાઇલ એટીએમ પર લેવો પડશે. જયારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો, પહેલા તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે. જેને તમારે તમારા ડેબિટ કાર્ડના પિન સાથે દાખલ કરવાની જરૂર રહેશે.

તો જ તમે એટીએમમાંથી પૈસા કાઢી શકશો. ચાલો તમને જણાવી દઈએ કે એસબીઆઈ દેશનું સૌથી મોટું બેંકિંગ નેટવર્ક છે, જેની દેશભરમાં લગભગ ૨૨૦૦૦ શાખાઓ છે. આ બેંકના ૬.૬ કરોડથી વધુ ગ્રાહકો મોબાઇલ બેન્કિંગ અને એટીએમ સુવિધાનો ઉપયોગ કરે છે.

(11:19 am IST)