મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ખાદ્યતેલોની ઘટ પુરી કરવા લોકોના આરોગ્ય માટે જોખમકારક પામતેલની જંગી આયાત

રાજકોટ તા. ૧૬ :.. દેશમાં ખાદ્યતેલોની ઘટ પુરી કરવા લોકોના આરોગ્ય માટે જોખમકારક પામતેલની વિદેશોમાંથી જંગી જથ્થામાં આયાત કરાઇ રહી છે.

દેશમાં ખાદ્યતેલની ઘટ પુરી કરવા, પામતેલની જંગી જથ્થામાં આયાત કરવી પડે છે. સમગ્ર વિશ્વમાં ભારત ખાદ્યતેલનું મોટુ ખરીદદાર છે. ભારત દર વર્ષે ઇંડોનેશીયા અને મલેશીયાની ૯૦ લાખ ટન પામતેલની આયાત કરે છે. હાલમાં દેશમાં ૩.પ લાખ હેકટરમાં પામની ખેતી થઇ રહી છે જે વધારીને ૧૯ લાખ હેકટરમાં પામની ખેતી કરવાની યોજના છે. ર૦૧૯ના વર્ષમાં ૭.૭૦ કરોડ ટન પામતેલનું ઉત્પાદન થયુ હતું. ર૦ર૪ સુધીમાં ૧૦.૭૬ કરોડ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક છે.

અત્રે એ નોંધનીય છે કે, પામતેલ કિડની અને હૃદય માટે ખતરાસમાન છે અને લોકોના આરોગ્ય માટે જોખમકારક ગણાય છે. જો કે, પામતેલનો ખાણી-પીણીથી માંડી લીપસ્ટીક અને સાબુ બનાવવામાં મોટા પાયે ઉપયોગ થાય છે.

(2:44 pm IST)