મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

૨૭ વર્ષ બાદ ૩૦મીએ બાબરી વિધ્વંશ કેસનો ફેંસલો

સીબીઆઇની ખાસ અદાલત સંભળાવશે ચૂકાદો : અડવાણી, કલ્યાણ, ઉમા વગેરે આરોપીઓ છે

નવી દિલ્હી તા. ૧૬ : ઉત્તર પ્રદેશ સ્થિત અયોધ્યામાં વર્ષ ૧૯૯૨ ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ વિધ્વંશ કરવાના મામલામાં સીબીઆઇની અદાલત ૨૭ વર્ષ બાદ ૩૦ સપ્ટેમ્બરે પોતાનો ફેંસલો સંભળાવશે. આ મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ભાજપના નેતા વિનય કટીયાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમાભારતી વગેરે આરોપી છે. સીબીઆઇએ આ મામલામાં ૪૯ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાંથી ૧૭ના મોત થઇ ચૂકયા છે.

ગઇકાલે સીબીઆઇની ખાસ અદાલતમાં બચાવ તથા સામા પક્ષ તરફથી મૌખીક દલીલો પૂરી કરવામાં આવી હતી. હવે સીબીઆઇની ખાસ અદાલતે આ મામલામાં ૩૦ સપ્ટેમ્બરે પોતાનો ફેંસલો સંભળાવાનો છે.

બાબરી મસ્જિદ વિધ્વંશ મામલામાં કુલ ૪૯ એફઆઇઆર નોંધવામાં આવી હતી.

(3:03 pm IST)