મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

હરિયાણામાં નિર્વસ્ત્ર હાલતમાં ૩ મહિલાની લાશ મળી આવી

હરિયાણાના પાણિપત જિલ્લાની ઘટના : માહિતી આપનારને ૨૫ હજારનું ઈનામ, ત્રણ મહિલાની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં પોલીસતંત્ર દોડતું થયું

પાણીપત,તા.૧૬ : હરિયાણાના પાનીપત જિલ્લામાં એક પછી એક ત્રણ મહિલાઓની નિર્વસ્ત્ર લાશો મળવાથી સનસની ફેલાઈ ગઈ છે. એક સપ્તાહમાં ત્રણ લાશ મળી છે. લાશોની ઓળખ પણ નથી થઈ શકી. મૂળે, મામલો સમાલખા તાલુકાનો છે જ્યાં એક સપ્તાહની અંદર ત્રણ મહિલાઓની લાશ મળી આવી છે. તેમાંથી હજુ સુધી એકની પણ ઓળખ નથી થઈ શકી. તેને કારણે પાનીપત એસપી મનીષા ચૌધરીએ એવી જાહેરાત કરી છે કે લાશની ઓળખ જણાવનારી વ્યક્તિને ૨૫ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સમાલખા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાજકુમારે જણાવ્યું કે, મામલાની તપાસને લઇ એસઆઇટી ટીમની રચના કરી દેવામાં આવી છે.

             થોડા દિવસો પહેલા સમાલખા સ્મશાન ઘાટની પાછળના નાળામાં અજાણી મહિલાની અર્ધનગ્ન લાશ મળી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે આ મહિલાની હત્યા કરવામાં આવી હતી. મૃતક મહિલાની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. એસપી પાનીપત મનીષા ચૌધરીએ એવી જાહેરાત કરાવી છે કે આ મામલામાં જે પણ વ્યક્તિ પોલીસને હત્યા કરનારાની સૂચના આપશે તો પોલીસ તરફથી તેને ૨૫ હજાર રૂપિયા ઈનામ આપવામાં આવશે અને તે વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે આટલા દિવસ પસાર થવા છતાંય પોલીસના હાથમાં કોઈ પુરાવા નથી લાગ્યા ઉપરાંત મહિલાઓની ઓળખ પણ નથી થઈ શકી. તેના કારણે પોલીસની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

(7:14 pm IST)