મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

કોરોના મહાસંગ્રામ : કોવિડ-૧૯ના કારણે ૩.૭ કરોડથી વધારે લોકો ''બેહદગરીબ'' : ગેટસ ફાઉન્ડેશનનો રીપોર્ટ

નવી દિલ્હી :  બિલ એન્ડ મેલિંડા ગેટસ ફાઉન્ડેશનની એક રીપોર્ટ મુતાબિક કોવિડ-૧૯ મહામારીને લઇ ૩.૭ કરોડ વધુ લોકો ''બેહદગરીબ''  થઇ ગયા છે. વિકાસ શીલ દેશોમાં આવા લોકોની સંખ્યા સર્વાધિક છે. રિપોર્ટમાં આપણા કહેવામાં આવ્યું છે કે રસીકરણના મામલામાં છેલ્લા રપ વર્ષોમાં જે પ્રગતિ થઇ હતી એને ફકત રપ અઠવાડિયામાં ગુમાવી દીધેલ છે. શિક્ષા પર પણ બુરી અસર થઇ છે.

(9:45 pm IST)