બાયોડેટા : એક હાઉસવાઇફનો
નામ : કોઈ પણ રાખો, શું ફરક પડે છે?
જન્મ : દિકરી તરીકે અણગમતો આવકાર
ઉંમર : ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.
સરનામું : પહેલા પિતાનું ઘર
- હાલમાં પતિનું
- ભવિષ્યમાં દીકરાનું ઘર
- કે કદાચ ઘરડાઘર
વિશેષતા : બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી
- મા ની દ્રષ્ટિએ નફકરી
- સાસુની દ્રષ્ટિએ દીકરાની જિંદગી બગાડી
- વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ
- મોટા થયેલા દિકરા/ દિકરીની દ્રષ્ટિએ -
રહેવા દે તને કંઈ ખબર નહીં પડે
- પોતાની દ્રષ્ટિએ - ખબર નથી
કાર્યાનુભવ : ઘરકામ..... ૩૦ વર્ષથી
- રસોડું..... ૩૦ વર્ષથી
- ઝાડુ પોતા..... ૩૦ વર્ષથી
- કપડા વાસણ..... ૩૦ વર્ષથી
ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના.......૩૦ વર્ષથી બાળકો - નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર વગેરે વગેરે)
જેમ કે — દૂધ પાયું - ૧ વર્ષ, બાળોતિયાં બદલ્યાં - ૩ વર્ષ, ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું. -માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે......
જરૂરિયાત : બે ટાઈમ ખાવાનું,
- થોડા ઘણા કપડા,
- વાર - તહેવારે ને પ્રસંગે થોડા
- ભારે કપડા - દાગીના કુટુંબનું
- સારૃં લાગે એટલા માટે
- અપેક્ષા - કંઈ નહીં
- વળતર - કંઈ નહીં..
- આવક - કંઈ નહીં..
- બચત - કંઈ નહીં..
પૈસાની જરૂરિયાત માટે : પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.
પોતાની મુશ્કેલીઓ : કહેવાની મનાઈ. કહો તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.
ઘર કુટુંબમાં કદર કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કોમેન્ટ્સ.
અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે !!
(સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ રહેલ મેસેજ,
અકિલાના શ્રોતા અલ્કાબેન દલાલના સૌજન્યથી)