મુખ્ય સમાચાર
News of Thursday, 16th September 2021

કર્ણાટકના મૈસુર જિલ્લામાં શિવ મંદિર તોડી પાડવા મામલે હંગામો : વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળનો ભાજપ સરકાર સામે મોરચો અને સૂત્રોચ્ચાર : તાત્કાલિક ભૂલ સુધારવા અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ

મૈસુર : કર્ણાટકના મૈસુરુ જિલ્લામાં, વહીવટીતંત્ર દ્વારા મંદિર તોડી પાડવામાં આવતાં હંગામો મચી ગયો છે. વીએચપી અને બજરંગ દળે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર સામે મોરચો ખોલ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળના કાર્યકરોએ શહેરના કાદરી નજીક નાંંજગુડ તાલુકામાં મહાદેવ મંદિર તોડવાનો વિરોધ કર્યો હતો અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આંદોલનકારીઓએ મંદિરનું પુનનિર્માણ અને તેને તોડવા માટે જવાબદાર તહસીલદાર અને મૈસુરુના અધિક ડીસી સામે પગલાં લેવાની માંગ કરી હતી. વિરોધીઓને સંબોધતા વીએચપીના પ્રાદેશિક સચિવ એમબી પુરાનિકે કહ્યું કે વિરોધને ચેતવણી તરીકે જોવા જોઈએ. તેમણે કહ્યું કે સરકારે ભૂલ કરી છે, જેને તાત્કાલિક સુધારવી જોઈએ.

મંદિર તોડવાનો આદેશ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદે બાંધવામાં આવેલા તમામ ધાર્મિક બાંધકામો દૂર કરવા જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના આદેશ પર આ પગલું ભર્યું છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)