મુખ્ય સમાચાર
News of Monday, 16th November 2020

બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિતની પેટા ચૂંટણીમાં હાર બદલ કોંગ્રેસે આત્મમંથનની જરૂર છેઃ કપિલ સિબ્બલ

સિબ્બલે ફરી કોંગ્રેસ નેતૃત્વનો મુદ્દો ઉઠાવ્યોઃ બદલાવને લઇને પાર્ટી ગંભીર નથી

નવી દિલ્હી: બિહારની સાથે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની આ હારથી પાર્ટીના નેતાઓ સિવાય ગઠબંધનના નેતા પણ નારાજ છે અને કોંગ્રેસને આત્મમંથન કરવાની સલાહ આપી રહ્યા છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ હાઇકમાન્ડને આત્મમંથનની સલાહ આપી છે.

એક ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે દેશના લોકો, માત્ર બિહારમાં જ નહી પણ જ્યા પણ પેટા ચૂંટણી થઇ છે કોંગ્રેસને એક પ્રભાવી વિકલ્પ નથી માનતા. આ એક નિષ્કર્ષ છે. બિહારમાં વિકલ્પ આરજેડી જ હતો. અમે ગુજરાતમાં તમામ પેટા ચૂંટણી હારી ગયા. લોકસભા ચૂંટણીમાં પણ અમે ત્યા એક પણ બેઠક જીતી નહતી. ઉત્તર પ્રદેશની કેટલીક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને 2 ટકાથી પણ ઓછા મત મળ્યા હતા. મને આશા છે કે કોંગ્રેસ આત્મમંથન કરશે.

કપિલ સિબ્બલે કહ્યુ કે જો છ વર્ષ સુધી કોંગ્રેસે આત્મમંથન નથી કર્યુ તો અમને તેની પાસે શું આશા છે? અમને ખબર છે કોંગ્રેસનો વાંક શું છે, સંગઠનાત્મક રીતે અમે જાણીએ છીએ કે શું ખોટુ છે. મને લાગે છે કે અમારી પાસે તમામ ઉત્તર છે. કોંગ્રેસ પાર્ટી ખુદ જ તમામ જવાબ જાણે છે પરંતુ તે આ જવાબ આપવા નથી માંગતી. જ્યાર સુધી આત્મમંથન કરવામાં નહી આવે ત્યાર સુધી કોંગ્રેસનો ગ્રાફ ઘટતો જશે.

કોંગ્રેસ વર્કિગ કમિટી (CWC) પર કપિલ સિબ્બલે કહ્યુ કે તેના બંધારણમાં પણ લોકતાંત્રિક પ્રક્રિયાઓને અપનાવવી જોઇએ, જે કોંગ્રેસના બંધારણની જોગવાઇમાં જ પરિલક્ષિત થાય છે. તમે નામાંકિત સભ્યો પાસે આવી આશા નથી કરી શકતા કે તે સવાલ ઉઠાવે.

કોંગ્રેસના નેતૃત્વમાં સવાલ ઉઠાવતા પત્ર લખવા પર કપિલ સિબ્બલે કહ્યુ કે નેતૃત્વ દ્વારા વાતચીત માટે કોઇ પ્રયાસ કરવામાં નથી આવી રહ્યો, માટે હું તેમણે સાર્વજનિક રીતે વ્યક્ત કરવા માટે મજબૂર છું. હું એક કોંગ્રેસી છું અને એક કોંગ્રેસી જ રહીશ અને આશા કરૂ છું કે કોંગ્રેસ ફરી ઉભી થાય અને રાષ્ટ્ર નિર્માણને લઇને પોતાના મૂલ્યોને આગળ વધારે.

ટાડામાં છીએ. જ્યારથી સંચાર ક્રાંતિ થઇ છે, ત્યારથી ચૂંટણી પ્રેસિડેન્શિયલ ચૂંટણીના રૂપમાં બદલાઇ ગઇ છે. ચૂંટણીનું આ પ્રેસિડેન્શિયલ રૂપમાં આપણે જવાબ શોધવો પડશે અને પછી નક્કી કરવી પડશે કે આપણે શું કરવુ છે. જો અમે પોતાના કર્મીઓની ઓળખ નથી કરી શકતા તો તે ચૂંટણી પ્રક્રિયાના પરિણામ નહી મળે. અમારી વાત સાંભળવાની જગ્યાએ તેમણે અમારી પર પલટવાર કર્યો છે.

(10:53 am IST)