મુખ્ય સમાચાર
News of Monday, 16th November 2020

ઠંડી ઋતુ શરૂ થતા જ ગંગોત્રીધામના દરવાજા બંધ

ઉત્તર કાશી : વિશ્વ પ્રસિધ્ધ ગંગોત્રીધામના દરવાજા (કપાટ) રવિવારે અન્નકુટ પૂજા દર્શન સાથે જ બંધ કરી દેવામાં આવ્યા છે. ઠંડી ઋતુ ધ્યાને લઇ  અહીંના દરવાજા છ મહીના સુધી બંધ કરી દેવામાં આવે છે. શ્રધ્ધાળુઓ ત્યાં સુધી મુખીમઢ (મુખબા) માં જ માતા ગંગાના દર્શન કરી શકશે. રવિવારે સૌપ્રથમ ઉદય બેલા પર માં ગંગાના મુકુટને ઉતારી ભોગ મુર્તિના અંતિમ દર્શન બાદ  સ્વાતિ નક્ષત્રમાં ૧૫ ને ૧૫ મીનીટે દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.

પુરોહીતના મંત્રોચ્ચાર વચ્ચે માં ગંગાની સવારી સાથેની ડોલી જેવી મંદિર પરીસરની બહાર નિકળી કે તુરંત ભાવિકોઍ ભાવ વિભાર બની જયજયકાર કર્યો હતો. નવી બિહાર રેજીમેન્ટના બેîડે સુરાવલીઓ છેડી ભક્તિમય વાતાવરણ બનાવી દીધુ હતુ. ૧૬ નવેમ્બરે આ ડોલી ચંદોમતી માતા મંદિરે મુખીમઢ ખાતે આવી પહોચતા ત્યાં છ મહીના સુધી સ્થાઇ રહેશે. અહીંજ શ્રધ્ધાળુઓ માતા ગંગાના દર્શન કરી શકશે. ઍજ રીતે યમનોત્રી ધામના કપાટ પણ શિયાળાની ઋતુ ધ્યાને લઇ બંધ કરવામાં આવ્યા છે. શીતકાળમાં માં યમુનાના દર્શન ખુશી મઠ ખાતે થઇ શકશે.

(1:18 pm IST)