મુખ્ય સમાચાર
News of Tuesday, 16th November 2021

કથાના શ્રવણથી લોકો ધાર્મિક વાતોનું આચરણ કરવા લાગ્યાઃ પૂ. મોરારીબાપુ

ન્યુ દિલ્હીમાં આયોજીત ઓનલાઇન 'માનસ-સાધુચરીત માનસ' શ્રી રામ કથાનો ચોથો દિવસ

રાજકોટ, તા., ૧૬: કથાના શ્રવણથી લોકો ધાર્મિક વાતોનું આચરણ કરવા લાગ્યા છે તેમ પૂ.મોરારીબાપુએ ન્યુ દિલ્હીમાં આયોજીત ઓનલાઇન માનસ 'સાધુ ચરીત માનસ' શ્રી રામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

એક વાર જ આવ્યો છે. સાધુતા એટલે? સા-સાવધાન, ધુ-ધુળ સાથે જમીન સાથે જોડાયેલ તા-તાલબધ્ધ, લયબધ્ધ.

ગઇકાલે પૂ. મોરારીબાપુએ ત્રીજા દિવસે કહયું કે, રામ સાધુ છે એ સમજાવવા અયોધ્યાકાંડનો એક શ્લોક કહું. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સિતા સમારોપિત વામ ભાગમ, પાણો મહાસાયક ચારૂ ચાપમ, નમામિ રામં રઘુવંશનામ.,

અહીં ભગવાન રામનું વર્ણન છે, બીજો એક શ્લોક જયાં ભાવ જોવાનો છે, ભાષા કે વ્યાકરણ નહીં, હું ભાષાનો પંડિત નથી કે નથી હૂનર. બસ આચરણ છે, સાધુની પરખ માટે અહીં શ્લોક આમ પણ કહી શકાયઃ ચરણાંબુજ શ્યામ કોમલાંગમ-આપણે ચરણના પૂજક છીએ, ચહેરાના નહીં. જેટલા બુધ્ધપુરૂષ થયા મોટાભાગે શ્યામ વર્ણના જ છે. ગૌરાંગ, શંકર જેવા કોઇ અપવાદને બાદ કરતા. રામ, કૃષ્ણ, લાઓત્સે, બુધ્ધ, મહાવીર, તુલસી, નરસૈયો વગેરે સાધુ સાંવરો હોય છે જેમ નદી કે તળાવ વધારે ઉંડુ હોય એમ શ્યામ રંગ પકડે. શ્યામ રંગ ઉંડાણ અને સ્વીકારનો પ્રતીક છે. ગરમીને સ્વીકારે છે. સાધુના ચરણ નવજાત શીશુના ચરણ જેવા લાલ હોય આ સાધુની પરખ છે, સાધુની કાનની બૂટ અતિકોમળ હોય છે.

ત્યાં શ્લોકમાં સિતા વામ ભાગમાં સમારોહિત છે તો અહીં ? સાધુતા સમારોપિત વામ ભાગ્મ-સાધુની વામ ભાગે સાધુતા બેસે છે. બે વરસ પહેલા કોરોના વખતે સાધુતા પર એક કથા કરેલી, સાધુતા શબ્દ  ત્યાં પાણૌ મહાસયાયક ચારુચાપમ-હાથમાં મહાસાયક-સારંગ અને સુંદર ચાપ. અહી સાધુનું ધનુષ કર્યુ? પાણૌ મહાવિજ્ઞાન ચારૂ સંયમ-સાધુનુ ધનુષ્ય જ્ઞાનનો પ્રયોગ કરી જીવનમાં ઉતારેલા વિજ્ઞાન તથા શીલ , સંયમ, સમતાનું ચાપ નમામી સાધુ લઘુવ઼શનાથમ.

સાધુ સર્વજ્ઞ હોય? ના, સાધુ સ્વ (ખુદને જાણકાર) હોય, સાધુ ત્રિકાલજ્ઞ નહી કાલાતીત હોય છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે મારી વ્યાસપીઠ સાધુને ઇશ્વરનો અવતાર નહી સાધુને રામ જ સમજે છે. સાધુ ઇશ્વરનો અંશ નહી સાધુ સ્વયં રામ છે. અવતાર પોતાની લીલા પુરી કરીને ચાલ્યો જાય છે. સાધુ જતો નથી. સાધુ મારગ-સંપ્રદાય-પંથ, મઝહબ કંઇ છોડતો નથી. લાઓત્સે કહે છે કે સાધુ એક પણ રેખા છોડતો નથી. પણ સાધુ ખુશ્બુ છોડી જાય છે. આ ખુશ્બુના સહારે માર્ગયુકત યાત્રા થઇ શકે છે. સંબંધ બંધન જ છે. સાધુ ધ્રાણેન્દ્રીયનો વિષય છે. મહેકને પારખો.

(3:54 pm IST)