મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

સરકારી એજન્સીઓના નામે ફોન કરી અમેરિકાના નાગરિકોને છેતરવાનું કારસ્તાન : અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવતા 39 વર્ષીય નાગરિક શહજાદ ખાન પઠાણે 80 લાખ ડોલર ખંખેર્યાંનો ગુનો કબુલ્યો : 14 મે ના રોજ અમેરિકાની કોર્ટ સજા સંભળાવશે : વધુમાં વધુ 20 વર્ષની જેલસજા થઇ શકે

અમદાવાદ : અમેરિકાના નાગરિકોને સરકારી એજન્સીઓના નામે ફોન કરી નાણાં પડાવવાનું કારસ્તાન પકડાયું છે.જે મુજબ અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવતા 39 વર્ષીય નાગરિક શહજાદ ખાન પઠાણે 80 લાખ ડોલર ખંખેર્યાંનો ગુનો કબુલ્યો છે.તે મૉટે ભાગે સીનીઅર સિટિઝનોને શિકાર બનાવતો હતો.તથા તેણે અત્યાર સુધીમાં અમેરિકન નાગરિકોના 80 લાખ ડોલર ખંખેરી લીધાની કબૂલાત કરી છે.

અમેરિકાની કોર્ટ તેને 14 મે ના રોજ સજા ફરમાવશે.જે વધુમાં વધુ 20 વર્ષની હોઈ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)