મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

અમારી લડાઇ આત્મવિશ્વાસ આત્મનિર્ભરતાની રહી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાને દેશમાં વેક્સિનેસન અભિયાન શરૂ કરાવ્યું : દેશવાસીઓને સંબોધતા મહામારીના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંખો ભરાઇ આવી

નવી દિલ્હી, તા.૧૬ : કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરતાં સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશવાસીઓને સંબોધતા મોદીએ મહામારીના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કર્યા તો તેમની આંખો ભરાઇ આવી. ડુમો બાજી જતા સમયે એનો ઉલ્લેખ કરતાં રહ્યા જ્યારે ભારતના પાસે કોરોનાથી લડાઇનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર નહોતું. મોદીએ ડુમો ભરાવતા કહ્યું કે કોરોનાથી અમારી લડાઇ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની રહી છે. તેમણે કહ્યું કે મુશ્કેલ લડાઇથી લડવા માટે આપણે આપણા પોતાના આત્મવિશ્વાસને નબળો પડવા દેશે નહીં, પ્રણ દરેક ભારતીયમાં દેખાયું. હેલ્થ વર્કર્સ ને યાદ કરતાં પીએમ મોદીની આંખો ભરાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે એવા પણ સેંકડો સાથીઓ છે કે જેઓ ક્યારેય ઘરે પાછા ફર્યા નથીપતેમણે એક-એક જીવને બચાવવા માટે પોતાના જીવન આહટ કરી દીધી. આથી આજે કોરોનાની પ્રથમ રસી આરોગ્ય સેવા સાથે જોડયેલા લોકોને મૂકવાનો એક માર્ગ છે સમાજ તેનું દેવું ચૂકવી રહ્યું છે.

મને યાદ છે, એક દેશમાં જ્યારે ભારતીયોને ટેસ્ટ કરવા માટે મશીનો ઓછા પડી રહ્યા હતા ત્યારે ભારતે આખી લેબ મોકલી હતી જેથી ત્યાંથી આવતા લોકોને ટેસ્ટિંગમાં મુશ્કેલી ના પડે. ભારતે મહામારીથી જે રીતે મુકાબલો કર્યો તેને આખી દુનિયા લોહા માની રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, દરેક સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ કેવી રીતે સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકે છે તેનું ઉદાહરણ પણ ભારતે દુનિયાની સામે મૂકયું.

વડાપ્રધાને રસીકરણ અભિયાન લોન્ચ કતાં વીતેલા દિવસોને યાદ કર્યા. તેમણે ડુમો ભરાયેલા અવાજમાં કહ્યું, "જનતા કર્ફ્યુ, કોરોનાની વિરૂદ્ધ આપણા સમાજનો સંયમ અને અનુશાસનની પણ કસોટી હતી, જેમાં દરેક દેશવાસી સફળ થયા. જનતા કર્ફ્યુએ દેશને મનોવૈજ્ઞાનિક રીતે લોકડાઉન માટે તૈયાર કર્યા. આપણે તાળી-થાળી અને દીવડા પ્રગટાવ્યા, દેશના આત્મવિશ્વાસને ઉંચો રાખ્યો. એવા સમયમાં જ્યારે કેટલાંક દેશો પોતાના નાગરિકોને ચીનમાં વધારતા કોરોનાની વચ્ચે છોડી દીધા હતા, જ્યારે ભારત, ચીનમાં ફસાયેલા દરેક ભારતીયોને પાછા લઇ આવ્યા. અને માત્ર ભારતના નહીં આપણે બીજા કેટલાંય દેશોના નાગિરકોને પણ ત્યાંથી પાછા નીકાળીને લાવ્યા.

(12:00 am IST)