મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

કેરળમાં મંગ્લોર-તિરુવનંતપુરમ મલબાર એક્સપ્રેસના પાર્સલ (નૂર) કોચમાં આગ ભભૂકી ઉઠી

તિરુવનંતપુરમ, 17 જાન્યુઆરી (ભાષા) રવિવારે અહીંથી 40 કિલોમીટર દૂર મંગ્લોર-તિરુવનંતપુરમ મલબાર એક્સપ્રેસના પાર્સલ (નૂર) કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. રેલ્વે સૂત્રોએ આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે, તમામ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાયા બાદ ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, ટ્રેન ડ્રાઇવરે સવારે 7.40 વાગ્યે ઇડાવાના વર્કલા અને પારાવર સ્ટેશન વચ્ચેના પાર્સલ ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોયો અને તરત જ રેલ્વે અધિકારીઓને જાણ કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે આગ પાર્સલના ડબ્બા સુધી સીમિત હતી અને રેલને ઘટના સ્થળે અટકાવી દેવામાં આવી છે.

(12:00 pm IST)