મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

શીખ ફોર જસ્ટિસનામના કોઈ સંગઠન સાથે કઈ લેવા દેવા નથી: એનઆઈએ દ્વારા સમન્સ મોકલીને કેન્દ્ર સરકાર ખેડૂતોનો સાથ આપી રહેલા લોકોને ધમકાવી રહી છે: દીપ સિંહ સિદ્ધુ

નવી દિલ્હીપંજાબી કલાકાર દીપ સિંહ સિદ્ધુ અને તેમના ભાઈ મનદીપને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પૂછપરછ કરવા માટે દિલ્હી આવવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે.

NIAનું સમન્સ મળતા દીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું છે કે NIA કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે. શનિવારે NIAએ દીપને સમન્સ મોકલ્યું હતું, આ પહેલા તેમના ભાઈ મનદીપને પણ એનઆઈએએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, આજે એનઆઈએના અધિકારી તેની શીખ ફોર જસ્ટિસ નામના અલગતાવાદી સંગઠન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ એક કેસના સંદર્ભમાં પૂછપરછ કરશે.

NIAએ લગભગ 20 લોકોને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે, દીપસિંહ સિદ્ધુએ જણાવ્યું છે કે તેમનું શીખ ફોર જસ્ટિસનામના કોઈ સંગઠન સાથે કઈ લેવાદેવા નથી. તેમણે જણાવ્યું કે એનઆઈએ દ્વારા સમન્સ મોકલીને કેન્દ્ર સરકાર ખેડૂતોનો સાથ આપી રહેલા લોકોને ધમકાવી રહી છે. જણાવી દઈએ કે ગત લોકસભા ચૂંટણી દરમ્યાન દીપસીને ભાજપના ઉમેદવાર સાની દેઓલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

દીપ સિંહ સિદ્ધુએ કહ્યું છે કે મને સમન્સ જોઈને સેજ પણ આશ્ચર્ય ન થયું. સરકાર પ્રદર્શનકારીઓને ડરાવવા ધમકાવવા માટેના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે, મને આવી નોટિસથી ફર્ક નથી પડતો. મારો શીખ ફોર જસ્ટિસ સાથે કોઈ સંબંધ નથી. કોઈ કારણ નથી કે હું તે લોકોના સંપર્કમાં રહું. એ કોણ લોકો છે તે પણ મને ખબર નથી.

જણાવી દઈએ કે શનિવારે એનઆઈએએ ખેડૂત પ્રદર્શનમાં સામેલ થયેલ લોક ભલાઈ ઇન્સાફ વેલફેર સોસાયટીના અધ્યક્ષ બલદેવ સિંહ સિરસાની પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. બલદેવ સિંહ સિરસાની પણ શીખ ફોર જસ્ટિસના વિરોધમાં દાખલ કરવામાં આવેલ કેસ મામલે પૂછપરછ કરવામાં આવશે. સિરસાને પણ 17 જાન્યુઆરીના રોજ એનઆઈએ હેડક્વાર્ટર ખાતે હાજર થવા કહેવામાં આવ્યું છે.

(12:01 pm IST)