મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લામાં 13 વર્ષની સગીર બાળકી સાથે 12 લોકો દ્વારા ગેન્ગરેપ : 11ની ધરપકડ

ભોપાલ: મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લામાં એક સગીર બાળકી સાથે 12 લોકો દ્વારા ગેન્ગરેપ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, 13 વર્ષની આ માસૂમને બે આરોપી પહેલા બજારમાંથી ફોસલાવીને પોતાની સાથે લઇ ગયા હતા. પછી ઉમરિયામાં એક ઢાબામાં તેની સાથે 7 લોકોએ સામુહિક દુષ્કર્મ કર્યુ હતું. તે બાદ પણ તેમની હેવાનિયત રોકાઇ નહતી અને બાળકીને બીજા યુવકોને સોપી દેધી હતી. બીજી ઘટનામાં પાંચ યુવક આરોપી છે.

ઉમરિયાના એસપી વિકાસ સહવાલ અનુસાર, બાળકી સાથે બે જગ્યાએ સામુહિક રેપ કરવામાં આવ્યો છે. એક ઘટનામાં 7 આરોપીમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક ફરાર છે. બીજી ઘટનામાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

માસુમ કોઇ પણ રીતે છુટીને પોતાના ઘરે પહોચી હતી. ત્યા તેને પરિવારજનોને ઘટના વિશે જણાવી હતી. તે બાદ પરિવારજન બાળકીને લઇને પોલીસ પાસે પહોચ્યા હતા. સહેવાલે જણાવ્યુ, 13 તારીખે બાળકી મળી હતી, તે બાદ તેની કાઉન્સલિંગ કરી હતી. તે બાદ બાળકીએ પોતાની આપવીતી વિશે જણાવ્યુ હતું. તે બાદ પોલીસે 24 કલાકની અંદર જ ધરપકડ કરી હતી.

મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ સરકાર રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાને લઇને જન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે પરંતુ તેમ છતા મહિલાઓ ઉપર થઇ રહેલા ગુનાઓ રોકાવાનું નામ નથી લઇ રહ્યા. છેલ્લા છ દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઓછામાં ઓછી ચાર ઘટનાઓ સામે આવી છે.

(3:19 pm IST)