મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

જો બાઈડને રચ્યો ઇતિહાસ:પ્રથમવાર પ્રશાસનમાં 13 મહિલાઓ સહીત 20 ભારતીય- અમેરિકી સામેલ

બાઈડન સાથે 20 જાન્યુઆરીએ કમલા હેરિસ પણ શપથ ગ્રહણ કરશે

નવી દિલ્હી : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડન 20 જાન્યુઆરીના રીપ શપથ લેશે. બાઈડન પ્રશાસનમાં મહત્વના પદો પર 13 મહિલાઓ સહીત ઓછામાં ઓછા 20 ભારતીય-અમેરિકીઓના નામ છે. જેમાંથી ઓછામાં ઓછા 17 લોકો વાઇટહાઉસમાં મહત્વના પદો પર છે. અમેરિકાની કુલ આબાદીના 1% ભારતીય-અમેરિકી છે. અને આ નાના સમુદાયથી કોઈને પણ પહેલી વખત વધુ સંખ્યામાં લોકોને નિયુક્ત કરવામાં આવશે.

બાઈડન સાથે 20 જાન્યુઆરીએ કમલા હેરિસ પણ શપથ ગ્રહણ કરશે. જે પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. હેરિસ અમેરિકામાં ભારતીય મૂળની રાષ્ટ્રપતિ હશે. તેઓ કાર્યભાર સાંભળવા વાળી પહેલી મહિલા આફ્રિકી-અમેરિકી પણ હશે.

આ પહેલી વખત છે કે જયારે શપથ ગ્રહણ સમારોહ પહેલા કોઈ રાષ્ટ્રપતિ પ્રશાસનમાં આટલી વધુ સંખ્યામાં ભારતીય અમેરિકીઓને નામિત કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ પ્રશાસનમાં ઘણા પદ ખાલી છે.

(5:11 pm IST)