મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

કાશ્મીરમાં આતંકીઓની તાકાત દશકમાં સૌથી ઓછી

લેફ્ટે. જનરલ બીએસ રાજુની સ્પષ્ટતા : ગત વર્ષની સરખામણીમાં ભારતે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરીને ૭૦ ટકા સુધી ઓછી કરી દીધી

નવી દિલ્હી, તા. ૧૭ : જમ્મુ-કાશ્મીરમાં ભારત આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન કાશ્મીરમાં ચિનાર કોર્પ્સમાં જનરલ ઓફિસર ઇન કમાન્ડ લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂએ રાહત આપનારા સમાચાર આપ્યા છે. તેઓએ કહ્યું છે કે ગત દશક દરમિયાન કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓની સંખ્યા હાલમાં સૌથી ઓછી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર કાશ્મીર ઘાટીમાં અલગ-અલગ પ્રકારથી આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂએ કહ્યું કે, ૨૦૨૦માં આતંકવાદીઓની નિયુક્તિ પૂરી રીતે નિયંત્રિત છે. ખાસ કરીને ૨૦૧૮ની તુલનામાં. તેઓએ જાણકારી આપી કે ઘાટીમાં આતંકવાદીનો હાલની સંખ્યા ૨૧૭ વે, જે ગત દશકમાં સૌથી ઓછી છે. ખાસ વાત એ છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પણ પોતાના એસઓપીમાં ફેરફાર કર્યા છે. થોડા દિવસો પહેલા આવેલા અહેવાલો અનુસાર, આતંકવાદીઓને મારવાને બદલે તેમને સરેન્ડર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂએ પાકિસ્તાન પર ભારતમાં ઘૂસણખોરી અને યુવાઓને આતંકવાદ તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, પાકિસ્તાન અલગ-અલગ રીતે યુવાઓને આતંકવાદ તરફ લઈ જઈ રહ્યું છે. પાકિસ્તાને અભ્યાસ માટે અનેક યુવાઓને આકર્ષિત કર્યા, પરંતુ રસ્તાથી અલગ હટીને તેમને પોતાની વાતો સમજાવી. તેઓએ કહ્યું કે, તે પૈકી કેટલાક યુવાઓને ટ્રેઇન કરવામાં આવ્યા અને લાઇન ઓફ કન્ટ્રોલની સાથોસાથ આંતરરાષ્ટ્રીય સરહદથી ઘૂસણખોરી કરાવવામાં આવી.

ખાસ વાત એ છે કે, ગત થોડા સમયમાં ભારતીય સેના પર આતંકવાદીઓના હુમલા વધ્યા છે. બીજી તરફ, થોડા દિવસો પહેલા સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં એક સુરંગ શોધી કાઢી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાન આ સુરંગનો ઉપયોગ ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે કરી રહ્યું છે. સૈન્ય અધિકારીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાનના આતંકવાદી આપણા સુરક્ષ દળો અને સામાન્ય નાગરિકોને ઘાટીમાં નિશાન બનાવે છે. આ દરમિયાન લેફ્ટેનન્ટ જનરલ રાજૂએ એક સારા સમાચાર આપ્યા. તેઓએ કહ્યું કે ગત વર્ષની તુલનામાં ભારતે ઘૂસણખોરીને ૭૦ ટકા સુધી ઓછી કરી દીધી છે. તેઓએ ડ્રોનના કારણે મળેલા સુરક્ષા પડકારો પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, ડ્રોન અને સુરંગો દ્વારા હથિયાર અને ડ્રગ્સ મોકલવાનું પાકિસ્તાનનું કાવતરું પડકાર છે.

(9:48 pm IST)