મુખ્ય સમાચાર
News of Monday, 17th January 2022

‘કહો ના પ્યાર હૈ’નું ટાઈટલ ગીત લખનાર જાણીતા ગીતકાર ઈબ્રાહિમ અશ્કનું કોરોના સંક્રમણથી નિધન

ઇબ્રાહિમ અશ્કની નાની પુત્રી મુસાફા ખાને તેના પિતાના કોરોનાથી મૃત્યુની પુષ્ટિ કરી

મુંબઈ :વર્ષ 2000માં રિલીઝ થયેલી રિતિક રોશનની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’નું ટાઈટલ ગીત અને અન્ય ગીતો લખનાર જાણીતા ગીતકાર ઈબ્રાહિમ અશ્કનું આજે મુંબઈમાં કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે. ઇબ્રાહિમ અશ્કની નાની પુત્રી મુસાફા ખાને તેના પિતાના કોરોનાથી મૃત્યુની પુષ્ટિ કરી છે. મુંબઈની બાજુમાં આવેલા મીરા રોડ સ્થિત મેડિટેક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સાંજે 4.00 વાગ્યે તેમનું અવસાન થયું.હતું મુસાફા ખાને કહ્યું, “શનિવારની સવારે પાપાને ખૂબ ઉધરસ થઈ રહી હતી અને લોહીની ઉલ્ટી થઈ રહી હતી.

આવી સ્થિતિમાં અમે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની તપાસમાં ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેઓ પહેલાથી જ હૃદયના દર્દીઓ પણ હતા. તેઓ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડવા લાગી અને આજે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. આવતીકાલે સવારે 9 વાગ્યે તેમને મીરા રોડ પરના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે 70 વર્ષીય ઈબ્રાહિમ આશ્કે ‘કહો ના પ્યાર હૈ’ ઉપરાંત ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘વેલકમ’, ‘ઐતબાર’, ‘જનશીં’, ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ કરી છે. આપ મુઝે અચ્છે લગને લગે, ‘બોમ્બે ટુ બેંગકોક’ જેવી ઘણી ફિલ્મોમાં ગીતો લખીને લોકપ્રિયતા મેળવી હતી

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં જન્મેલા, ઈબ્રાહિમ અશ્ક ફિલ્મો માટે ગીતો લખવા ઉપરાંત ઉત્તમ કવિ અને લેખક તરીકે જાણીતા હતા. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી. ‘દૈનિક ઈન્દોર સમાચાર’ અખબારમાં કામ કરવા ઉપરાંત તેણે ઘણા સામયિકો માટે પણ કામ કર્યું હતું.

(12:00 am IST)