મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

કોરોનાએ ફરીથી વેગ પકડતાં મુંબઈમાં લોકડાઉનના સંકેત

મહારાષ્ટ્રમાં લોકલ ટ્રેનો પહેલી ફેબ્રુ.થી શરૂ થઈ હતી : છૂટછાટ વધારાતાં કેસમાં વધારો, મુંબઈની સ્થિતિ વણસી, લોકો માસ્ક નથી પહેરતા એવામાં લોકડાઉનની ચેતવણી

મુંબઈ, તા. ૧૬ : મુંભઈમાં ૧લી ફેબ્રુઆરીથી લોકલ ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ચુક્યું છે. લોકલના પરિચાલન બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો માસ્ક નથી લગાવી રહ્યાં. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, આપણે વધુ એક લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છીએ.

૪૨ દિવસો બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસોએ રફ્તાર પકડી છે. આ વધતી રફ્તાર ડરામણી છે કારણ કે ફરી એકવાર દરરોજ કોરોનાના ૩ થી ૪ કેસ સામે આવવા લાગ્યા છે. મુંબઈની સ્થિતિ વણસી રહી છે. એવામાં સરકારની ચિંતા વધી છે.

મુંબઈના મેયરે સ્પષ્ટ કહ્યું છે કે, જો લોકો માસ્ક નહી લગાવે તો શહેરમાં લોકડાઉન લગાવવું મજબૂરી થઈ જશે. રાજ્યમાં અને મુંબઈમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે. ટ્રેનમાં મુસાફરી કરનારા વધારે લોરો માસ્ક નથીપહેરતા. લોકલમાં ભીડ હોયછે પરંતુ લોકો માસ્ક નથી પહેરતા, લોકોએ સાવચેતી રાખવી જોઈએ.

મેયરે જણાવ્યું કે, લોકોએ જો વાત નહી માની અને માસ્ક લગાવવાનું શરૂ નહી કર્યું તો આપણે વધુ એક લોકડાઉન તરફ આગળ વધીશું. શું ફરીથી લોકડાઉન લાદવામાં આવશે એવા સવાલ પર તેમણે જણાવ્યું કે, એ લોકોના હાથમાં છે.

(12:00 am IST)