મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

દક્ષિણ આફ્રિકન અને બ્રાઝીલીયન વેરિએન્‍ટની ભારતમાં એન્‍ટ્રીથી વધતો ભય : લોકોમાં કોરોના સંક્રમણ અંગે રજૂ દહેશત : કેરળ અને મહારાષ્‍ટ્રમાં સૌથી વધુ એકટીવ કેસ

દેશમાં છેલ્‍લા અઠવાડિયામાં ૧૦ લાખની સંખ્‍યા સામે માત્ર પ૬ એકટીવ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્‍યા ઘટતી જાય છે તેવા સમયે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલીયન વેરિએન્‍ટની ભારતમાં એન્‍ટ્રીથી ભય વધ્‍યો છે.

ભારતમાં માંડમાંડ કોરોના ઘટ્યો દક્ષિણ આફ્રિકન અને બ્રાઝીલિયન વેરિએન્ટ ની ભારતમાં એન્ટ્રીથી ભય ફેલાયો છે. વળી આ વેરિએન્ટસ બ્રિટનના કોરોના વેરિએન્ટથી અલગ છે. અત્યારે કોરાના રસીકરણનું કામ ચાલી રહ્યું છે. સંક્રમિત કેસો પણ ઘટી રહ્યા હતા. પરંતુ આ નવા કોરોનાને કારણે તંત્ર સતર્ક થયું છે.

ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં SAS-Cov-2ના બ્રાઝીલિયન વેરિએન્ટ ની જાણ થઇ. જો કે તેમણે આના કેસ અંગે કોઇ વિગત આપી નથી. છતાં હાલ ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના કેટલાક સાથીઓ પોઝિટિવ આવ્યા બાદ લોકોમાં ફરી દહેશત ફેલાઇ છે.

ભાર્ગવે જણાવ્યું કે દેશમાં વેક્સિનેશનનું કામ ચાલુ છે અને તેની અસરકારકતા માટે પ્રયોગ પણ થઇ રહ્યા છે. કોરોના વાયરસ સામે હજુ જંગ જારી છે અને તેની નાબુદી માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આશરે દેશમાં 87 લાખથી વધુ ડોઝ આપી દેવાયા છે. ગુજરતા, ગોવા અને ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યોમાં પાત્ર આરોગ્યકર્મીઓમાંથી 60 ટકાથી વધુને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. જ્યારે દિલ્હી અને કર્ણાટક રસીકરણ મામલે બહુ ઉદાસીન રાજ્યોમાં સામેલ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કેરળ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોમાં હજુ પણ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. આ બંને રાજ્યોમાં દેશના કુલ એક્ટિવ કેસના 72 ટકા મામલા છે. કેરળમાં 61550 અને મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા 37383 છે.

રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશમાં કોરોના રસીકરણમાં અત્યાર સુધી 87,40595 રસીના ડોઝ આપી દેવાયા છે. તેમાંથી 61,11,968 (60,5ટકા) આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ, જ્યારે 1,70678 (37.5) ટકાને બીજો ડોઝ પણ આપી દેવાયો છે. ઉપરાંત 2457949 (26.3ટકા) ફ્રન્ટલાઇનર્સ વર્કરને ડોઝ આપવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં હાલમાં કોરોનાના 1.40 લાખથી ઓછા એક્ટિવ કેસ છે. મહામારીનો પોઝિટિવ રેટ 5.27 ટકા છે. છેલ્લા 7 દિવસમાં 10 લાખ દીઠ માત્ર 56 નવા કેસ નોંધાયા હતા.

(12:00 am IST)