મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

ઉંઝામાં મેદનીને સંબોધતા કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીઅે કહેલ કે દેશને નરેન્‍દ્ર મોદી જેવા યશસ્‍વી વડાપ્રધાન મળ્યા તેનો પાયો ગુજરાતની પ્રજાઅે નાખ્‍યો હતો તેમ જણાવી તેમણે રાજયની પ્રજાનો આભાર માન્‍યો

 

ઉઝા : ઉંઝામાં મેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીઅે કહેલ કે દેશને નરેન્દ્ર મોદી જેવા યશસ્વી વડાપ્રધાન મળ્યા તેનો પાયો ગુજરાતની પ્રજાઅે નાખ્યો હતો. તેમ જણાવી તેમણે રાજયની પ્રજાનો આભાર માન્યો હતો.

જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં ભાજપની યોજાયેલ સભામાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આજે દેશને નરેન્દ્ર મોદી જેવા યશસ્વી વડાપ્રધાન મળ્યા તેનો પાયો ગુજરાતની પ્રજાએ નાંખ્યો હતો. નર્મદા માતાના આશીર્વાદ ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે રોડા નાંખ્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ આસામના રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે પહેલા તેમને ચાયવાળા સાથે વાંધો હતો. હવે ચાય સાથે વાંધો લાગે છે. ત્યારે ગુજરાતમાંથી ચૂંટણી લડીને બતાવે તો ચાયની ચાય અને પાણીનું પાણી થઈ જાય. ઊંઝામાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાની સાથે જ નિવેદન આપ્યું હતું કે, દેશમાં જ્યારે લાઈટ જતી હતી ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાતમાં લાઈટ નહોતી ગઈ. પીએમ નરેન્દ્ર મોદીજીએ 2.50 કરોડ ઘરોમાં વીજળી પહોંચાડી છે. આ વાત બીજા લોકોને પચતી નથી. એ લોકોના ઘરમાં રોશની ત્યારે જ થાય જ્યારે તેમના ઘરે કોઈ પ્રધાનમંત્રી જન્મે. આવી રોશનીને ગુજરાતથી સંસદમાં પહોંચાડવા માટે ગુજરાતી પ્રજાનું મોટો હાથ છે.

સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, એ લોકોએ એવી એફિડેવિટ કરી હતી કે રામ નથી. પરંતુ વિધિનું વિધાન હતું એટલે મોદીજી વડાપ્રધાન બન્યા અને હવે રામ મંદિર બનવા જઇ રહ્યું છે. કોંગ્રેસ પર ટોંણો મારતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે,’જો આપનો કે ના હો શકે જો આપકે ક્યાં ખાખ હોકે દીખાયેંગે’.

સ્મૃતિ ઇરાનીએ કેવડિયામાં આવેલી દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઇ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબની પ્રતિમા બનાવવા પણ કોંગ્રેસ સવાલ કરતી હતી અને પૂંછતી હતી કે, વૉટ ઇઝ ધીસ?

ઊંઝામાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું રે, જે ગુજરાતનું વારંવાર અપમાન કરે અને ગુજરાતીઓના ખિસ્સામાંથી પૈસા કાઢીને લઈ જશે એવી ધમકી આપનારને વોટ ના અપાય. ઊંઝામાં કોંગ્રેસ મુક્ત ક્ષેત્રમાં બોલવાનું આજે મને મોકો મળ્યો છે. તમે એવા ઉમેદવારોને વૉટ આપો જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પહોંચી સેવા કરવા માંગતા હોય.

(12:00 am IST)