મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

બનારસ યુનિ.માં ભૂત ભગાવતા શિખવાશે

૭ સીટ રાખવામાં આવી : વિદેશથી ૨ ડઝન આવેદન આવ્યા : ૭ની પસંદગી

બનારસ તા. ૧૭ : અભ્યાસ અને માહોલને લઈને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીનું નામ લેવામાં આવે છે. દરમિયાન, આ વર્ષે શરૂ થનારી ભૂત વિદ્યા કોર્સ અંગે વિદ્યાર્થીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૨૦૧૯ માં, એકેડેમિક કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટી તરફથી આ કોર્સ માટે લીલી ઝંડી આપી હતી. આ પછી, એડમિસન પૂરું ના થયું અને કોરોના મહામારીને કારણે લોકડાઉન થવાને કારણે, તે શરૂ થઈ શકયું નહીં. આ કોર્સ આંતરરાષ્ટ્રીય પરવાનગી સાથે શરૂ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ કોર્સમાં ૭ સીટ નક્કી કરવામાં આવી છે.

યુનિવર્સિટી કહે છે કે આ અભ્યાસક્રમ આયુર્વેદના ૮ મુખ્ય વિદ્યાઓમાંનો એક છે. અભ્યાસની સાથે પ્રેકિટકલ ટેસ્ટ, ફાઇનલ ટેસ્ટ અને સર્ટિફિકેટ ટેસ્ટ પણ લેવામાં આવશે. આ કોર્સમાં જાહેરાત જાહેર થયા બાદ વિદેશથી બે ડઝનથી વધુ રુચિ ધરાવતા સ્ટુડન્ટ્સે અરજીઓ કરી. તેમાંથી સાત વિદ્યાર્થીઓની પસંદગી પણ કરવામાં આવી છે.

(11:17 am IST)