મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

'આજ બિરજમેં હોરી રે રસિયા, હોરી રે રસિયા બરજોરી રે રસિયા.'વૃજમાં હોળીનો પ્રારંભ:45 દિવસ સુધીહોલિકાત્સવ : મંદિરોમાં દિવ્ય સજાવટ

હજારો વૈષ્ણવોનું વૃંદાવન તરફ પ્રયાણ : ગુલાલથી છોળોથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મથુરા : ભગવાન બાંકે બિહારીની નગરી વૃજમાં વસંત પંચમીના પાવન દિવસથી 45 દિવસીય હોળી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે,

 રંગોના તહેવાર હોળીની દેશભરમાં ધૂમ છે. કૃષ્ણનગરી વૃંદાવન હોળીના રંગે રંગાઈ ગયું છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં રંગોના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. બાંકે બિહારી મંદિરના દ્વાર ખુલતાની સાથે ભક્તો ભગવાનના દર્શન કરવા અધિરા બની ગયા અને બાંકે બિહારીના દર્શન કરવાની સાથે રંગોની છોળો ઉડાવી હતી

 વ્રજભૂમિ જેવી ઉમંગભેર ખેલાતી રંગરસ ભરી હોળી ભારતભરમાં ક્યાંય રમાતી નથી. વ્રજભૂમિ એટલે ગોકુળ, મથુરા, વૃંદાવન, નંદગાંવ અને બરસાનાની પાવનભૂમિ. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો, કાન્હો અને પ્રત્યેક છોરી, છબીલી રાધા બનીને આ દિવસોમાં ગુલતાન બનીને મ્હાલે છે.

વ્રજભૂમિના દરેક નર-નારી હોળીના વિવિધ લોકગીતો ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા રંગ કે  ડફકી હોરી જેવા ઋતુગીતો ગાઈ રહ્યા છે. બધા જ વ્રજભક્તો ભેદભાવ ભૂલીને, વાજિંત્રો, ઢોલ-નગારાને તાલે, નિજાનંદની મસ્તીમાં, નાચ-ગાન કરીને મનોરંજનનો અમૂલ્ય લ્હાવો લૂંટે છે.

 દેશભરમાંથી હજારો વૈષ્ણવોનું વૃજ તરફ પ્રયાણ થયું છે ભગવાન સાથે હોળી મનાવી ધન્યતા પ્રાપ્ત છે ભગવાન બાંકે બિહારીએ વસંતી રંગોના વાઘા ધારણ કર્યા હતા  ભક્તોએ મંદિરમાં ઉમંગભેર હોળી રમી હતી 

(10:51 am IST)