મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

સેન્સેક્સમાં ૪૦૦, નિફ્ટીમાં ૧૦૫ પોઈન્ટનું મોટું ગાબડું

નબળા વૈશ્વિક વલણ વચ્ચે સ્થાનિક બજારમાં વેચવાલી : નેસ્લે ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન થયું, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, મારૂતિના શેર તૂટ્યા

મુંબઇ, તા. ૧૭ : બીએસઈ સેન્સેક્સ બુધવારે ૪૦૦ પોઇન્ટ ઘટીને ૫૧,૭૦૩.૮૩ ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારો, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેન્ક, કોટક બેંક અને ટીસીએસના નબળા વલણ વચ્ચે શેરબજાર નીચે આવી ગયું છે. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૦૦.૩૪ પોઈન્ટ એટલે કે .૭૭ ટકા તૂટીને ૫૧,૭૦૩.૮૩ પર બંધ થયો છે. રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૦૪.૫૫ પોઈન્ટ એટલે કે .૬૮ ટકા તૂટીને ૧૫,૨૦૮.૯૦ પર બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં નેસ્લે ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન થયું હતું. તે લગભગ ટકા ઘટ્યો હતો.

સિવાય અન્ય શેરોમાં જે ઘટાડો થયો છે તેમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, મારૂતિ, એચડીએફસી લિ., એચડીએફસી બેંક અને ડો. રેડ્ડીનો સમાવેશ છે. બીજી તરફ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાવરગ્રિડ, એનટીપીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઊંચકાયા હતા. રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી અફેર્સના વડા વિનોદ મોદીના મતે નબળા વૈશ્વિક વલણ વચ્ચે સ્થાનિક બજારમાં વેચવાલી જોવા મળી હતી.

તેમણે કહ્યું કે, આઇટી, ફાર્માસ્યુટિકલ અને દૈનિક વપરાશ કંપનીઓ (એફએમસીજી) સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગ હતું. તે સમયે, જાહેર ક્ષેત્રની બેંકોમાં રોકાણકારોનો રસ સતત રહ્યો. પીએસયુ બેંક ઈન્ડેક્સ ટકાથી વધુ વધ્યો છે. એશિયાના અન્ય બજારોમાં હોંગકોંગના હેંગસેંગે જોર પકડ્યું, જ્યારે જાપાનની નિક્કી અને દક્ષિણ કોરિયાની કોસ્પીમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો.

ભારતીય સમયઅનુસાર બપોરે યુરોપિયન બજારોમાં શરૂઆતના વેપારમાં નુકશાન જોવા મળ્યું હતું. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૫૮ ટકા વધીને ૬૩.૭૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

(8:31 pm IST)