મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

ઈંટરનેટને મૌલિક અધિકારોની શ્રેણીમાં રાખવાની માંગ: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અરજીને ફગાવી

નોટિફિકેશનના માધ્યમથી હરિયાણા સરકારે કેટલાક જિલ્લામાં મોબાઈલ ઈંટરનેટ સેવા ઠપ્પ કર્યાના મામલે અરજી

નવી દિલ્હી :જનહિત અરજીના માધ્યમથી ઈંટરનેટને મૌલિક અધિકારોની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજીને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી દીધી છે. હિસાર નિવાસી લાલ બહાદુર ખોવાલે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે ઈંટરનેટને મૌલિક અધિકારીની શ્રેણીમાં લાવવા માંગ કરી હતી.

અરજીમાં હરિયાણા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 29 અને 30 જાન્યુઆરીના નોટિફિકેશનને આધાર બનાવવામાં આવ્યું છે. અરજી કરનારે કહ્યું છે કે નોટિફિકેશનના માધ્યમથી હરિયાણા સરકારે કેટલાક જિલ્લામાં મોબાઈલ ઈંટરનેટ સેવા ઠપ્પ કરી દીધી હતી.

અરજકતર્નિું કહેવું હતું કે આજના સમયમાં બધું જ ડિજિટલ થઈ ગયું છે. બાળકોના અભ્યાસથી લઈ સરકારી સેવા માટે પમ નેટની જરૂર પડે છે. કોર્ટની સુનાવણી હોય કે મોલમાં ડિજિટલ પેમેન્ટ દરેક જગ્યાએ નેટની જરૂર પડે છે. તેવામાં નેટ બંધ હોય તો દરેક વર્ગને સમસ્યા થાય છે અને નુકસાન પણ થાય છે. નેટ વિના સામાન્ય માણસનું જીવન મુશ્કેલ થઈ જાય છે.

 અરજ કતર્એિ તેની દલીલના સમર્થનમાં ગૃહ મંત્રાલયના 24 માર્ચ 2020ના આદેશનો હવાલો પણ આપ્યો, જેમાં ઈંટરનેટ સેવાને આવશ્યક માનવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે આ દલીલ પર અસહમતિ દશર્વિી છે અને અરજી કરનારના તર્કને નિરાધાર ગણાવી તેની અરજી ફગાવી દીધી છે. ઈન્ટરનેટને મૌલિક અધિકાર ગણવા માટે સમાજના કેટલાક વર્ગમાંથી સતત માંગણી થઈ રહી હતી અને કેટલિક અરજીઓ થઈ હતી જેને ફગાવી દેવાઈ છે

(12:37 pm IST)