મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

સૌથી હોટ ભાવનગર ભાજપને માત્ર ૩૫/૩૭ પૈસાઃ રાજકોટ કોર્પોરેશન ભાજપનો ભાવ ૫૦/૫૩ પૈસા

બૂકીઓએ ભાવ ખોલ્યાઃ રાજકોટ-વડોદરા-ભાવનગર-જામનગર કોર્પોરેશન ભાજપના ખોળામાં: અમદાવાદ-સુરતમાં મુશ્કેલ સ્થિતિનો સંકેત

તમામ ૬ મહાનગરપાલિકા ભાજપને મળે એનો ભાવ ૪ રૂપિયા ૨૫ પૈસા અને ૪ રૂપિયા ૩૫ પૈસાનો ખૂલ્યો : સુરત કોર્પોરેશન ભાજપને ૮૫-૯૦ પૈસા : અમદાવાદ કોર્પોરેશન ભાજપને ૧.૫૦/૧.૬૦ : વડોદરા કોર્પોરેશન ભાજપને ૬૦/૬૩ પૈસા : જામનગર કોર્પોરેશન ભાજપને ૪૨/૪૪ પૈસા : અમદાવાદમાં કોંગ્રેસને હોટ ફેવરીટ ગણતા બુકીઓ, ભાજપના ૧.૫૦/૧.૬૦ તો કોંગ્રેસનો ભાવ ૬૫/૭૦ પૈસા

રાજકોટ, તા. ૧૭ :. રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી ૨૧મીના રવિવારે યોજાશે અને મંગળવારે ૨૩મીએ ગણત્રી થશે.

દરમિયાન તમામ ૬ કોર્પોરેશન માં ભાજપ, કોંગ્રેસ આપના ફાઈનલ ઉમેદવારો ફાઈનલ થતા ગઈકાલ મોડી સાંજથી બુકીઓ મેદાનમાં આવી ગયા છે અને તમામ ૬ કોર્પોરેશનના ભાવો ગઈકાલે ખોલતા ધૂમ સટ્ટો લગાડવા પંટરો મેદાનમાં આવી ગયા છે.

ટોચના બુકીઓમાંથી મળતી વિગતો મુજબ ૬ કોર્પોરેશનમાં ભાજપની સ્થિતિ સુરત-અમદાવાદમા મુશ્કેલ ભરી છે. અમદાવાદ તો વધુ કપરી છે. એની સામે રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગરમા બુકીઓ ભાજપને હોટ ફેવરીટ માની રહ્યા છે. એમા પણ ભાવનગર કોર્પોરેશન ભાજપને તો ભાવ માત્ર ૩૫/૩૭ પૈસા ખૂલ્યો છે. એની સામે કોંગ્રેસનો ભાવ ૧ રૂપિયો ૯૦ પૈસા અને ૨ રૂ. છે.

રાજકોટની વાત કરીએ તો બુકીઓ વધુ એક વખત રાજકોટ કોર્પોરેશન ભાજપને આપી રહ્યા છે. રાજકોટ કોર્પોરેશન ભાજપનો ભાવ ૫૦ પૈસા અને ૫૩ પૈસા ખૂલ્યો છે. સામે કોંગ્રેસનો ભાવ ૧ રૂપિયો ૬૦ પૈસા ૧ રૂપિયો ૭૦ પૈસા બોલાયો છે.

આવી જ રીતે જામનગર કોર્પોરેશન ભાજપનો ભાવ ૪૨/૪૪ પૈસા અને સામે કોંગ્રેસ, ૧.૬૫/૧.૭૫ નો ભાવ છે, જ્યારે ભાજપ માટે હોટ ફેવરીટ ભાવનગર કોર્પોરેશન ભાજપને તો ભાવ ૩૫/૩૭ પૈસા તો સામે કોંગ્રેસના ૧ રૂપિયો ૯૦ પૈસા અને ૨ રૂપિયા બોલાયા છે.

સુરત કોર્પોરેશન ભાજપનો ભાવ ૮૫.૯૦ પૈસા તો કોંગ્રેસના ૧ રૂપિયા અને ૭૫ પૈસાનો ભાવ બોલાયો છે. સુરતમા ભાજપ-કોંગ્રેસ લગોગલ દોડી રહ્યા છે.

સૌથી વધારે ખરાબ સ્થિતિ ભાજપ માટે અમદાવાદમાં છે. ભારે કઠીન સ્થિતિ છે. અમદાવાદ કોર્પોરેશન ભાજપનો ભાવ ૧ રૂપિયો ૫૦ પૈસા અને ૧ રૂપિયો ૬૦ પૈસા ખૂલ્યા છે, સામે અમદાવાદમાં કોંગ્રેસનો ભાવ ૬૫/૭૦ પૈસા બોલાયો છે. બુકીઓ અમદાવાદ કોર્પોરેશન માટે કોંગ્રેસને હોટ ફેવરીટ ગણી રહ્યા છે.

તમામ ૬ મ્યુ. કોર્પોરેશન ભાજપનો ભાવ ગઈકાલે સાંજે ૪ રૂપિયા ૨૫ પૈસા તો ૪ રૂપિયા ૩૫ પૈસા ખૂલ્યો છે.

બુકીઓના ઉમેર્યા પ્રમાણે આ ભાવો કોર્પોરેશનના છે, વ્યકિતગત ધોરણે ભાવો આજે બપોરે ૧૨થી ૧ની વચ્ચે ખુલશે. કયો ઉમેદવાર હોટ ફેવરીટ કે જીતની નજીક તેના ભાવો બુકીઓ  હવે ખોલી રહ્યા છે.

(12:48 pm IST)