મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

રેલ રોકો આંદોલનની સાથે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

ટ્રેકટર પરેડની હિંસાબાદ સરકાર સાથે વાતચીતના નામે મીડું

સોનીપત, તા. ૧૭ :  કુંડલી બોર્ડર પર કૃષિકાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને ૮ર દિવસ થઇ ચુકયા છે. સંયુકત કિસાન મોર્ચાના સભ્ય અને સરકાર વચ્ચે વાતચીત અંગે વિરોધ થયો છે. ટ્રેકટર પરેડમાં હિંસા બાદ સરકાર સાથે વાતચીત બંધ હોવાના કારણે હવે દેખાવકારો આંદોલનને તે જ બનાવશે સંગઠને દેશભરમાં રેલ્વેના ચક્કાજામનું એલાન કર્યુ છે. તેની સાથે જ આંદોલન તેજ થવાની સંભાવના પણ છે. કારણ કે મોર્ચામાં સામેલ ખેડૂત સંગઠન સરકાર પર વાતચીત માટે બોલાવાનો દબાણ બનાવા ઇચ્છે છે.

કૃષિ કાયદા વિરોધ આંદોલન અંગે સરકાર અને ખેડૂતો સંગઠન વચ્ચે રર જાન્યુઆરીએ અંતિમ બેઠક યોજાઇ હતી. આંદોલન લાંબુ ખેંચાતુ હોવાના લીધે ધરણામાં આવેલા લોકો પાછા ફરવા લાગ્યા.

(12:50 pm IST)